Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

આગામી બે દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે, દિવાળીના તહેવારોમાં ઠંડીનું જોર વધવાની શક્યતા સેવાઇ રહી છેઃ હવામાન વિભાગની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બનની ગુજરાત પર અસર થશે જેના કારણે 2થી 3 ડિગ્રી તાપમાન ઘટતા ઠંડી વધશે

અમદાવાદ: આ વર્ષે ગુજરાતમાં હવે ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ રહી છે. આ વખતે દિવાળીનાં તહેવારોની પહેલાના દિવસોમાં ઠંડી વધવાની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે.

હવામાન વિભાગ પ્રમાણે, આગામી બે દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 2થી3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. દિવાળીના તહેવારોમાં ઠંડીનું જોર વધવાની શક્યતા સેવાઇ રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બનની ગુજરાત પર અસર થશે જેના કારણે 2થી 3 ડિગ્રી તાપમાન ઘટતા ઠંડી વધશે. નલિયાનું તાપમાન 16 ડિગ્રીએ પહોંચ્યું છે. ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.

તારીખ 26 ઓકટોબરે સમગ્ર ભારતમાંથી ચોમાસું વિદાય લઇ લીધુ છે. ભારતીય ઉપ-મહાદ્વીપનું જીવન શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુઓમાં સ્પષ્ટરીતે વહેંચાયેલું છે.

ચોમાસા પછી શિયાળાની શરુઆત થાય છે પરંતુ બે ઋતુઓ વચ્ચેનો સંધિકાળ મિક્સ હવામાનનો હોય છે જેમાં આરોગ્ય જાળવવું પડે છે. ગુજરાતમાં હાલ સ્વાઇન ફ્લુના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

(5:35 pm IST)