Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

નડિયાદ તાલુકાના પીપલગ શાક માર્કેટ નજીક અચાનક આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

નડિયાદ : નડિયાદ તાલુકાના પીપલગ શાક માર્કેટ સામે ભરવાડ વાસમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગને કારણે અફડતફડીભર્યો માહોલ જોવા મળ્યો હતો.જો કે ગણતરીના સમયમાં નડિયાદ ફાયર બ્રિગેડ ટીમ તાબડતોબ ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

પીપલગ શક માર્કેટ સામે ભરવાડ વાસમાં પશુઓ માટે ઘાસના પૂળા ભર્યા હતા. આ વાડામાં સાંજના સમયે અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગના બનાવને પગલે આજુ બાજુના લોકોએ દોડી આવી આગને બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતો. આમ છતાં આગ કાબૂમાં આવી ન હતી. આ બનાવની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઇટરો સાથે દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો. આગના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અફડતફડી વ્યાપી જવા પામી હતી. જો કે ફાયર બ્રિગેડ ટીમ એ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જેથી વધારે નુકસાન થતું અટકી જવા પામ્યું હતું.

 

(5:47 pm IST)