Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

સુરતના વરાછામાં 2.65 લાખની કિંમતના ગાંજા સાથે ઝડપાયેલ શખ્સના જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

સુરત:શહેરના વરાછા વિસ્તારમાં એકતાનગરમાંથી કુલ રૃ.2.65 લાખની કિંમતના 44 કીલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી બિહારી યુવાનના જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ કૃત્તિ ત્રિવેદીએ નકારી કાઢી આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ નિર્દેશ આપ્યો હતો.

વરાછા પોલીસે બાતમીના આધારે તા.29-6-21ના રોજ મૂળ બિહારના વતની 19 વર્ષીય ચંદન કુમાર સુદર્શન વિન્દ(રે.એકતાનગર,વરાછા)તથા કુલદીપ ઉર્ફે ભોંદુ શિવનારાયણ પટેલ ના કબજામાંથી કુલ રૃ.2.65લાખની કિંમતનો 44 કીલો 330 ગ્રામ ગાંજાનો ગેર કાયદે જથ્થો જપ્ત કરી નાર્કોટીક્સ એક્ટના ભંગનો ગુનો નોંધી ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપી ચંદનકુમાર વિંદે ચાર્જશીટ બાદ કરેલી જામીનના માંગના વિરોધમાં એપીપી કિશોર રેવાલીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી હતી.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીની વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસની તપાસ ચાલુ છે.આ કેસમાં મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના વતની  અન્ય વોન્ટેડ આરોપી રાજેશ ઉર્ફે ચીયા મંગુલ રાઉત,ટુલ્લુ રાજેશ પ્રધાનવિષ્ણુ ઉર્ફે ગૌરી બાબાજી રાઉતની ધરપકડ કરવાની છે.આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા પરપ્રાંતીય હોઈ ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવના છે.

(5:49 pm IST)