Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

વડોદરા:આંગડિયા પેઢીના સંચાલક તરીકેની ઓળખ આપી ગ્રાહક પાસેથી રૂપિયા પડાવી લેનારને 14 વર્ષે ઝડપવામાં આવ્યો

 વડોદરાઃ આંગડિયા પેઢીના સંચાલક તરીકે પરિચય આપી ગ્રાહક પાસેથી રૃપિયા પડાવી લેનાર આરોપીને ૧૪ વર્ષે ઝડપી પાડવામાં આવ્યો છે. 

 કારેલીબાગના એક ગ્રાહક સાથે કિશોરભાઇ પી.રમેશકુમાર આંગડિયા પેઢીના સંચાલક તરીકે પરિચય કેળવનાર ઠગે રૃ.૧.૦૨ લાખની રકમ ભૂજ અને ડીસો મોકલવા માટે મેળવી હતી.જો કે આ રકમ પહોંચી નહતી.જેથી ગ્રાહકે વર્ષ-૨૦૦૭માં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

  આ ફરિયાદની તપાસ દરમિયાન અનિલ ચમનલાલ મકરાણી(મહેશ્વરી)નું નામ ખૂલ્યું હતું.પરંતુ તે હાથમાં આવતો નહતો.જેથી પેરોલ-ફર્લો સ્કવોડના પીએસઆઇ કે જે વસાવા,હેકો કનકસિંહ અને સ્ટાફે મોબાઇલ સર્વેલન્સ તેમજ અન્ય સોર્સથી માહિતી મેળવી અનિલને અમદાવાદના ધોળકા ખાતેના બદરખા ખાતેથી ઝડપી પાડયો છે.

(5:52 pm IST)