Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

વડોદરા:ચપ્પલ બનાવવાના કારખાનાની આડમાં નશીલા પદાર્થનું વેચાણ કરતા વેપારીને રંગે

હાથે ઝડપવામાં  આવ્યો   વડોદરાઃ ચપ્પલ બનાવવાના કારખાનાની આડમાં નશીલા પદાર્થનું વેચાણ કરતા વેપારી અને ટ્રક ડ્રાઇવરને ચરસ સાથે ઝડપી પાડનાર છાણી પોલીસે ચરસના બે સપ્લાયરની પણ અટકાયત કરી છે. આરોપીને છાણી પોલીસે ઝડપી પાડયો છે.

જી.એસ.એફ.સી. થી ઓમકારપુરા જવાના રોડ પર તળાવ સામે  ચપ્પલ બનાવવાના કારખાનામાં પોલીસે દરોડો પાડી જસ્મિન દિનેશભાઇ ગજેરા તેમજ ચરસ લેવા આવેલા  ટ્રક ડ્રાયવર  સુરેન્દ્રસીંગ બલદેવસીંગ સૈની (રહે.ધનકુવા સોસાયટી,કરયિયારોડ,બાજવા )ને ઝડપી પાડી રૃ.૪૪ હજારની કિંમતનો ચરસનો ૩૦૩.૦૮ ગ્રામ જથ્થો,રોકડા રૃ.૧૧,૬૦૦ અને બે ટુવ્હીલર મળી રૃ.દોઢ લાખ ઉપરાંતની મત્તા કબજે કરી હતી.

આ બનાવમાં બે સપ્લાયરના નામો ખૂલ્યા હતા.જેથી પીઆઇ આર ડી મકવાણાએ પોલીસની બે ટીમને કામે લગાવતાં પોલીસે પાર્થ  પ્રદિપભાઇ કાલે (રહે.સેફ્રોન બ્લીસ,છાણી કેનાલરોડ) અને શાહનવાઝ ઉર્ફે શાનુ શેખ( લાલ અખાડા પાસે,યાકુતપુરા)ને ઝડપી પાડયા છે.

 

(5:53 pm IST)