Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

મહેસાણામાં કોરોનાના 10 કેસ અને ગ્રામ્યમાં 5 સહીત જિલ્લમાં નવા 31 પોઝિટિવ કેસ નોંધાયા

વિસનગરમાં 6 કેસ, વિજાપુરમાં 4કેસ, કડી અને વડનગરમાં 2-2 કેસ તેમજ ઊંઝા અને ખેરાલુમાં 1-1 કેસ

મહેસાણા : મહેસાણા જિલ્લામાં ગુરુવારે પણ વધુ 31 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં મહેસાણા શહેરમાં 10 અને ગ્રામ્ય વિસ્તારમાં 5 મળીને તાલુકામાં કુલ 15 નવા કેસ નોંધાયા છે. વિસનગર શહેર અને તાલુકામાં કુલ 6 તેમજ વિજાપુર શહેર-તાલુકામાં 4, કડી શહેર-તાલુકામાં 2, વડનગર તાલુકામાં 2, ઊંઝા અને ખેરાલુ શહેરમાં 1-1 નવો કેસ નોંધાયો છે.

(11:37 am IST)