Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

સરકારનો ટયુશન ફી વસુલવાનો આદેશને રાજ્યની બે બોર્ડિંગ સ્કૂલે હાઈકોર્ટમાં પડકાર્યો

સરકારના ટયુશન ફી ઠરાવને લીધે તેમને 6 મહિનામાં 1 કરોડ રૂપિયાનો નુકસાન

અમદાવાદ :કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારે શાળાઓ ફિઝિકલ સ્વરૂપમાં ફરીવાર શરૂ ન થાય ત્યાં સુધી ટ્યુશન ફી વસુલવાનો આદેશ કર્યો છે, ત્યારે રાજ્યની બે બોર્ડિંગ સ્કૂલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સરકારના ટયુશન ફી વસુલવાના ઠરાવને હાઈકોર્ટમાં પડકારમાં આવ્યો છે

ગુજરાત હાઈકોર્ટમાં બોર્ડિંગ સ્કૂલ વતી રજુઆત કરવામાં આવી છે કે તેમની પ્રવૃતિઓ રેગ્યુલર શાળાઓ કરતા અલગ હોય છે. બોર્ડિંગ સ્કૂલ તરફે રજુઆત કરવામાં આવી છે કે તેઓ વિધાર્થીઓને સ્વિમિંગ પુલ અને ઘણી અન્ય સુવિધા અને પ્રવૃતિઓ ઉપલબ્ધ કરાવે છે. સરકારના ટયુશન ફી ઠરાવને લીધે તેમને 6 મહિનામાં 1 કરોડ રૂપિયાનો નુકસાન થયું છે.

બોર્ડિંગ સ્કૂલ તરફે વધુમાં રજુઆત કરવામાં આવી હતી કે વિધાર્થીઓ હજી પણ અભ્યાસ મેળવી રહ્યાં છે. તેમના ત્યાં 41 ટીચિંગ સ્ટાફ અને 51 નોન ટીચિંગ સ્ટાફ છે અને આ સિવાય સિક્યોરિટી ગાર્ડ સહિતનો પણ સ્ટાફ છે. આ કોરોના મહામારીમાં પણ સ્ટાફને હાંકવામાં આવ્યા નથી. શાળાની 100થી વધુ બસો છે. રેગ્યુલર શાળાઓ કરતા તેમની પ્રવૃતિઓ જુદી હોવાથી તેમને ટયુશન ફીના આદેશને હાઈકોર્ટમાં પફકાર્યો છે

આ સિવાય કોરોના મહામારીને લીધે રાશનકાર્ડ ધારકોને ઓફલાઇન માધ્યમથી પણ રેશનિંગ મળી શકશે. ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ઓનલાઈન, ઓટીપી અને ઓફલાઇન કાર્ડ બતાવીને પણ રેશનિંગ કાર્ડ ધારકોને રેશનિંગ આપવામાં આવશે. જોકે રેશનિંગ દુકાનદારોએ આ અંગે ચપોડામાં દરરોજ એન્ટી કરવી પડશે

(8:56 pm IST)