Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

દેડીયાપાડાના શીશા જાગઠા ફળિયામાં તંત્રની લાલીયાવાડીના કારણે ગામ લોકોએ જાતે બનાવ્યો રસ્તો

આઝાદી કાળથી ગામ લોકો રસ્તાની સુવિધા માટે ઝંખે છે છતાં રસ્તા જેવી પાયાની સુવિધા ન મળી, અનેક વારની રજુઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા જાત મહેનત જીંદબાદથી નિરાકરણ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નમૅદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના શીશા ગામનાં જાગઠા ફળિયાનાં ગ્રામજનોને આઝાદીના ૭૪ વર્ષ પછી પણ પાકા રસ્તાની સુવિધાનો લાભ ન મળતા રસ્તાનીU મોટી સમસ્યાથી કંટાળી ગયેલા ગ્રામજનોએ જાતે જ પોતાના ગામનો રસ્તો બનાવવાની કામગીરીનું બીડું ઉપાડીને રસ્તો બનાવવાની કામગીરીની શરૂઆત કરી છે.જાત મહેનતનો રસ્તો અપનાવી માર્ગ બનાવવા ગ્રામજનો જોતરાઈ ગયાં છે. પાકા રસ્તાની સુવિધા ન હોવાથી ૧૦૮ જેવી ઈમરજન્સી સેવાઓનો લાભ પણ આ તરફ મળી શકતો નથી તંત્ર દ્વારા રસ્તાની સુવિધા નહીં કરાતાં ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.સરકાર વિકાસ ની વાતો કરે છે પરંતુ નર્મદા જિલ્લાના ઘણા અંતરિયાળ ગામડાઓમાં હજુ સુધી પાણી,રસ્તા,વીજળી જેવી પાયાની સુવિધા પહોંચી નથી જેના કારણે આવા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(11:39 pm IST)