Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

નર્મદા જિલ્લાના HIV પીડિતોને તબીબી સહાય ના નાણાં ચૂકવવા બાબતે તંત્રના અમુક કર્મચારીઓની મનમાની..?!

દર વર્ષે પીડિતો પાસે હયાતી ના દાખલા લેવાયા બાદ પણ જાણે ભીખ અપાતા હોય તેમ અમુક કર્મચારીઓની મનમાની થી પુરા નાણાં ચૂકવાતા નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્ય સરકાર દ્વારા કેન્સર, એચ.આઈ.વી. સહિતના કેટલાક રોગના પીડિતો માટે તબીબી સહાય આપવામાં આવે છે જેમાં નર્મદા જિલ્લાના HIV પીડિતો પૈકી અમુક આ સહાય નો લાભ લે છે પરંતુ સરકાર તરફથી આખા વર્ષની ગ્રાન્ટ આરોગ્ય વિભાગમાં આવતી હોવા છતાં પીડિતોને આ નાણાં એક સાથે ચૂકવામાં આવતા નથી જેના કારણે નર્મદા જિલ્લા જેવા પછાત જીલ્લાના HIV પીડિતો તકલીફમાં મુકાય છે.અગાઉ આ સહાય આખા વર્ષની એક સાથે જે તે પીડિતના બેંક ખાતા માં જમા કરાતી હતી પરંતુ અમુક સ્ટાફ દ્વારા હાલ મનમાની થતી હોવાથી જરૂરી ફોર્મમાં 12 મહિનાની સહાય ચૂકવવા જણાવ્યા બાદ પણ કટકે કટકે નાણાં ચૂકવાતા હોવાથી પીડિતો બાકીની સહાય માટે રાહ જોઈ ધક્કા ખાતા જોવા મળતા હોય છે.ત્યારે લાગતા વળગતા અધિકારીઓ આ બાબતે ઘટતું કરી પીડિતો ને એક સાથે પુરી સહાય અપાવે તેવી માંગ ઉઠી છે.
બોક્ષ : આ બાબતે નર્મદા જિલ્લામાં જાહેર થયેલા HIV ગ્રસ્ત યુવાને રોષ વ્યકત કરતા જણાવ્યું કે અગાઉ અમને આ સહાય આખા વર્ષની 6 હજાર રૂપિયા એક સાથે મળતી હતી પરંતુ હાલમાં ટુકડે ટુકડે મળે છે સરકાર મહિને સહાયના 500 રૂપિયા આપે છે જે આ કારમી મોંઘવારી માં કઈ ન કહી શકાય તેમાં પણ જો આખા વર્ષના 6 હજાર એક સાથે મળે તો જે તે જરૂરિયાતમંદ પીડિત તેનો યોગ્ય ઉપયોગ કરી શકે માટે આરોગ્ય ના લાગતા વળગતા અધિકારીઓ આ માટે યોગ્ય પગલાં લે તે જરૂરી છે.

(11:42 pm IST)