Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

માધુરી દીક્ષિતે ગુજરાતમાંથી લીધી ‘સ્વાદિષ્ટ વિદાય’: ગુજરાતી ભોજન ખાતા-ખાતા કહ્યું- ‘આવજો’

માધુરી દીક્ષિત છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં શૂટિંગ કરી રહી હતીઃ ફિલ્મનું શૂટિંગ પૂરૂ કરીને માધુરી મુંબઈ પહોંચી ગઈ છે પણ તેને ગુજરાતી ભોજન યાદ આવી રહ્યું છે : ગુજરાતમાં રોકાણ દરમિયાન માધુરીએ મન ભરીને ગુજરાતી વાનગીઓનો સ્વાદ લીધો હતો

મુંબઇ, તા.૨૭: ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં બોલિવુડની ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિત ગુજરાતમાં હતી. માધુરી આગામી ફિલ્મ ‘મેરે પાસ મા હૈ’નું શૂટિંગ કરી રહી હતી. શૂટિંગ માટે ગુજરાત આવેલી માધુરીએ મન ભરીને ગુજરાતી ભોજનનો આનંદ લીધો હતો. હાલ તો માધુરી શૂટિંગ પૂરું કરીને મુંબઈ પાછી આવી ગઈ છે પરંતુ તેની દાઢમાં ગુજરાતી વાનગીઓનો સ્વાદ રહીર્ ીગયો છે અને એટલે જ મુંબઈ જઈને પણ તેને ગુજરાતી ભાણું યાદ આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી માધુરી દીક્ષિતે શુક્રવારે પોતાની એક તસવીર શેર કરી હતી. જેમાં તેની સામે ગુજરાતી થાળી મૂકેલી જોઈ શકાય છે. તેના હાથમાં પુરી અને શાકનો કોળિયો પણ છે. માધુરી સામે પીરસેલી થાળીમાં પુરી, શ્રીખંડ, કઢી, બટાકાની સૂકીભાજી, ખમણ, અન્ય બે શાક, સલાડ જેવી વાનગીઓ અને છાશનો ગ્લાસ છે. માધુરીએ ખાવાની શરૂઆત કરતાં પહેલા આ તસવીર ક્લિક કરાવી હશે તેવું લાગી રહ્યું છે. આ તસવીર શેર કરતાં માધુરીએ લખ્યું, ‘સ્વાદિષ્ટ વિદાય હતી. આવજો. ફરી મળીએ ત્યાં સુધી. ન્શ્શ્વર્જ્ઞ્ફુીક્કૃંંફુ ન્રૂંશ્વત્ત્ફુર્જ્ઞ્ીશ્વજ્ઞ્ફૂસ્નઙ્ખ
આ પહેલીવાર નથી જયારે માધુરીએ ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હોય. ગત અઠવાડિયે પણ માધુરી ગુજરાતમાં હતી ત્યારે પણ તેણે ગુજરાતી ભોજન ખાધું હતું. માધુરીએ પીરસેલી થાળી સાથે એક વિડીયો શેર કર્યો હતો અને ગુજરાતી ભોજનનો સ્વાદ લેતાં લેતાં ડાન્સ પણ કર્યો હતો. માધુરીએ આ વિડીયો શેર કરતાં લખ્યું હતું, ભોજન=પ્રેમ. જયારે ગુજરાતમાં હો ત્યારે, ગુજરાતી થાળી

 

(11:35 am IST)