Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

સુરતના પાંડેસરા GIDC માં આવેલ રાણી સતી મિલમાં આગ ભભૂકી :7 ફાયર સ્ટેશનોથી 14 ગાડીઓ પહોંચી

મિલમાં આગ ફાટી નીકળવાને કારણે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા : અફરાતફરીનો માહોલ

સુરત : શહેરના પાંડેસરા GIDCમાં ભીષણ આગ ભૂભૌકિ ઉઠી છે સતી મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભીષણ આગને કાબુમાં લેવા માટે ડઝનેકથી વધારે ફાયર ફાયટરો તાત્કાલિક પણે ઘટનાસ્થળે પહોંચી ગયા છે

સતી મિલમાં આગ ફાટી નીકળવાને કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા. તાત્કાલિક ફાયરને કોલ આપવામાં આવતા ફાયર ફાયટરની પાંચથી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી.

હાલમાં આ મિલમાં લાગેલી આગને કાબુમાં લેવાના તમામ પ્રયાસો ફાયર ફાઈટર દ્વારા કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, હાલમાં કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

(11:45 am IST)