Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ગુજરાતમાં ધો.૯, ૧૦ અને ૧રના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રાજય સરકારનો નિર્ણયઃ હેતુલક્ષી પ્રશ્નો હવે ૩૦ ટકા પુછાશેઃ ગુણાત્મક પ્રશ્નો ૮૦ ટકા પુછાશે

કોરોના બાદ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધોઃ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની જાહેરાત

ગાંધીનગર :ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિત અને તેમના ભવિષ્ય માટે સતત સારા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ધોરણ 9 થી 10 અને 12 માં સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેવાયો કે, હેતુલક્ષી પ્રશ્ન 20 પૂછાતા હતા, તેને બદલે હવે 30% પુછાશે. ગુણાત્મક પ્રશ્નો 70% પૂછાતા હતા, તેને બદલે આ વર્ષથી 80 ટકા પૂછવામાં આવશે. 

લાંબા સમય બાદ શૈક્ષણિક કામગીરી શરૂ કરાઈ છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના શિક્ષણ શૈલી પર મોટી અસર પડી છે. આવામાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ જાહેરાત કરતા કહ્યું કે, ધોરણ 9, 10 તેમજ ધોરણ 11 અને 12 ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સ્થિતિ હમણાંની જ સ્થિતિ છે તમને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને વિશાળ હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. હેતુલક્ષી પ્રશ્ન 20 પૂછાતા હતા, તેને બદલે હવે 30% પુછાશે. ગુણાત્મક પ્રશ્નો 70% પૂછાતા હતા, તેને બદલે આ વર્ષથી 80 ટકા પૂછવામાં આવશે. દરેક વિદ્યાર્થી સારી રીતે પરીક્ષા આપી શકે એ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 21 લાખ 75 હજાર જેટલા વિદ્યાર્થીઓને સરળતાથી આપી શકે. સ્પર્ધાત્મક પરીક્ષામાં જઈ શકે એવા નિર્ણય લેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓનો તણાવ પણ આ બદલાયેલી શિક્ષણ પદ્ધતિથી ઘટી શકશે. 

તેમણે કહ્યું કે, હવે જનરલ ઓફ સમય વધારી ઓપ્શન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થઇ શકાય તે પ્રકારની વ્યવસ્થા હશે. ગુજરાતના 29 લાખ વિદ્યાર્થીઓને આ લાભ મળશે. ઈન્ટર્નલ ઓપ્શનમાં પણ વધારે પ્રશ્ન આપવામાં આવશે. આ પદ્ધતિ એક વર્ષ માટે અમલમાં રહેશે. આ રીતે વિદ્યાર્થીઓ પરનુ ભારણ ઘટાડવાનો આ મોટો પ્રયાસ છે.

(5:23 pm IST)