Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

વડોદરામાં માલની ડિલીવરી કરવાની છે તેમ કહીને રાત્રીના પોતાના તાળા ખોલીને રોડ-દુકાનોમાં ચોરીને અંજાર આપનાર ઝડપાયાઃ ૯.૪પ લાખનો મુદામાલ જપ્ત

૧૪ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૧૭ ગુન્હાની કબુલાત

વડોદરા : સહિત રાજ્યમાં સ્ક્રેપ-હાર્ડવેર ગોડાઊન તેમજ વ્હિકલને ટાર્ગેટ કરીને નવી નવી તરકીબોથી ઘરફોડ તેમજ વાહનોની ચોરી કરતા અને એક કરતા વધુ નામ ધરાવતા પિતા પુત્ર ઝડપાયા છે. જો કે તેની પુછપરછમાં જે રહસ્યો ખુલ્યા તે જાણીને પોલીસ પણ થોડા સમય માટે વિચારતી થઇ ગઇ હતી. 

જીઆઈડીસીના શેડ તેમજ દુકાનોમાં જઈ રેકી કરતા હતા. રેકી દરમિયાન શેડ તેમજ દુકાન બંધ થતા,  તેના શટરના નકુચા- તાળા તોડી પોતાની પાસેના નવા તાળા મારી દેતા હતા. ત્યાર બાદ વહેલી સવારે બોલેરો પીકઅપ વાન લઈ જે તે દુકાન અને શેડમાં પહોચીને ચાવીથી તાળા ખોલી ચોરી કરતા હતા. ચોરી દરમિયાન કોઈ જોઈ જાય તો ગ્રાહકને માલની ડિલીવરી કરવાની હોવાથી શેડ-દુકાન ખોલી છે. પોતાની પાસે રહેલી ચાવી બતાવતા હતા. ચોરી કરેલો માલ ઘરે સંતાડી આરોપી અમદાવાદના જુદા જુદા વેપારીઓને વેચતા હતા. પોલીસે આરોપી પિતા પુત્ર પાસેથી મુદ્દામાલ રૂા.9.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઇલેક્ટ્રોનિકસ અને વાહનોની ઉઠાંતરીમાં માહેર છે. પિતાપુત્રની જોડી સામે અમદાવાદના રામોલ, ઓઢવ, ઘાટલોડીયા, બાપુનગર, વટવા, વટવા જીઆઈડીસી, અમરાઈવાડી પોલીસ સ્ટેશન, ગાંધીનગર જિલ્લાના કલોલ, કડી પોલીસ સ્ટેશન, મહેસાણા ટાઉન, બી ડિવીઝન, આણંદ ટાઉન તેમજ વિદ્યાનગર પોલીસ સ્ટેશન, નડિયાદ જિલ્લામાં નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધાયેલા છે. ઉલ્લેખનિય છે કે સંજય પંચાલ વર્ષ 2016-17માં ત્રણ વર્ષની સજા થઈ હતી. 

એક કરતા વધુ નામ ધરાવતા બંને આરોપી પિતા-પુત્ર હોવાનું પોલીસ પૂછપરછમા સામે આવ્યું હતું. આરોપી પિતા રમેશ ઉર્ફે રામજી ઉર્ફે રમણ ઉર્ફે રામાભાઈ કરશનભાઈ પંચાલ અને પુત્ર સંજય ઉર્ફે સુધીર ઉર્ફે સંદિપ ઉર્ફે પીન્ટુ ઉર્ફે નિખીલ ઉર્ફે રૂડો રમેશ પંચાલે ત્રણ જિલ્લાના 14 પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા 17 ગુનાની કબૂલાત કરી હતી. જોકે પોલીસ તપાસ દરમિયાન અન્ય વધુ ચોરી ના ભેદ પણ ઉકેલાઈ શકે છે.

(5:19 pm IST)