Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ રાણી સતીની મીલમાં આગ ભભુકીઃ ર કિ.મી. સુધી આગની જવાળાઓ દેખાઇ

ડાઇંગ પ્રિન્ટીંગ વિભાગમાં આગથી દોડધામ મચી ગઇઃ જાનહાની નથી

સુરત :સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી રાણી સતીની મીલમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીગળી હતી. આગ વિકરાળ બનતા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો, પાંચ સ્ટેશનનો ફાયર સ્ટાફ આગ બૂઝવવાની કામગીરીમાં જોડાયો હતો. આગ એટલી બેકાબૂ બની હતી કે, બે કિલોમીટર સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી. જોકે, સમગ્ર આગકાંડમાં જાનહાનિમાં હાલ જાનહાનિના સમાચાર મળ્યા નથી. 

સુરતના પાંડેસરા વિસ્તારમા આવેલી રાણી સતી મીલ ટેક્સટાઈલ મીલ છે. સવારના 10 વાગ્યાના સમયે આગ ફાટી નીકળી હતી. ડાઈંગ પ્રિન્ટીંગ સેક્શનમા આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ડાઇંગ પેઇન્ટિંગની અંદર જે કેમિકલ અને યાર્નનો ઉપયોગ થાય છે તે પેટ્રોલીયમ પદાર્થોની તૈયાર થતો હોય છે અને તેના કારણે તે ખૂબ જ્વલનશીલ હોય છે. જેને કારણે આગ વધુ પ્રસરી હતી. જેથી તાત્કાલિક ફાયર વિભાગનું તંત્ર દોડતુ થયુ હતું. 

(5:22 pm IST)