Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

સિદ્ધપુર:સરસ્વતી નદીના હાઇવે પર 45 વર્ષીય યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

સિધ્ધપુર : સિદ્ધપુરમાં વહેલી સવારે નદીના પુલ નીચે એક ૪૫ વર્ષીય યુવકની હત્યા કરેલ લાશ મળી હતી.જેથી ઘટનાસ્થળે પાટણ એસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જયારે આ યુવકને માથાના ભાગે તીક્ષણ હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જયારે સિદ્ધપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃત્યુ પામનાર યુવકનું પંચનામું કરી તેના મૃતદેહને  જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવા માટે લઈ જવાયો હતો. તેમજ આ યુવક સિદ્ધપુરનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગુનો દાખલ કરીને ઘટનાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.

સિદ્ધપુરમાં ૪૫ વર્ષીય યુવકની લાશ મળતા પોલીસે આ યુવક કોણ છે તે દિશામાં પ્રાથમિક તપાસ કરતા આ યુવક સિદ્ધપુરનો હોવાનું બહાર આવ્યું હતું. આ યુવક ગોવિંદભાઇ જેઠાભાઇ પરમાર ઉ.વ. આ. ૪૫ પરમારની ચાલીજય અંબે ચોક સિદ્ધપુરમાં રહેતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

(6:03 pm IST)