Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

સુરતના પાંડેસરામાં આર્થિક ભીંસ અનુભવતા આધેડે ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા ચકચાર

સુરત : શહેરનાપાંડેસરામાં આર્થિક ભીંસમાં આધેડનો  તથા વરાછામાં ગુસ્સાવાળો સ્વભાવ ધરાવતા આધેડ અને પુણામાં યુવાને આત્મ હત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતુ. નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં કર્મયોગી સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય વિઠ્ઠલભાઇ શાંતારામ સોનગડા ગુરુવારે સવારે ઘરે એસીડ ગટગટાવી જતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં ટુંકી સારવાર દરમિયાન મોત થયુ હતુ.  વિઠ્ઠલભાઇ  મુળ મહારાષ્ટ્રના વતની હતા. તેને સંતાનમાં બે પુત્ર છે. તે પરિવારનું ગુજરાન ચલાવવા હેરસલૂન  ચલાવતા હતા. પણ બે-ત્રણ માસથી તેમની દુકાન બંધ હોવાથી નાણાકીય તકલીફમાં આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. બીજા બનાવમાં વરાછાના અશ્વનિકુમાર રોડ પર વિશાલનગરમાં રહેતા ૪૫ વર્ષીય જમનાપ્રસાદ પરમાનંદ તિવારીએ ગત તા.૨૪મીએ ઝેરી દવા પી લેતા સ્મીમેર હોસ્પિટલમાં ટુંકી સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ. જમનાપ્રસાદ મુળ ઉતરપ્રદેશના વતની હતા. તે લુમ્સ ખાતામાં નોકરી કરતા હતા. તેમને દારુ પીવાની ટેવ હતી અને ગુસ્સાવાળો સ્વભાવ હતો. આવા સંજોગોમાં તે ઘરમાં ઝગડો કરતા હતા. આ ટેન્શનનાં કારણે તેમણે આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. ત્રીજા બનાવમાં પુણાગામમાં સિતારામ સોસાયટીમાં રહેતો ૩૧ વર્ષીય સુરેશસીંગ રામદેવસીંગ ઝાલાની સાળીના આગામી દિવસમાં વતન રાજસ્થાન ખાતે લગ્ન હોવાથી તેમની પત્ની અને ચાર સંતાન સાથે વતન ખાતે લગ્નમાં હાજરી આપવા  ગઇ  છે. જોકે આજ રોજ તે પણ વતન લગ્નમાં જવાનો હતો. તે પહેલા તેણે ગુરુવારે રાતે ઘરે કોઇ કારણસર ટેન્શનમાં આવીને છતના પંખા સાથે સાડીનો છેડો બાંધી ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. તે સાડીના સ્ટોનના કામ સાથે સંકળાયેલો હતો.

 

(6:06 pm IST)