Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

વડોદરામાં મોર્નિંગ વોકમાં નીકળેલ શખ્સના હાથ માંથી ફોન લૂંટી બાઈક સવાર ગઠિયો છૂમંતર.....

વડોદરાઃ શહેરમાં અછોડાની જેમ હવે મોબાઇલની લૂંટ કરતી ગેંગ સક્રિય બનતાં પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે લૂંટારાઓના સગડ મેળવવા તજવીજ કરી છે.

ગઇ તા.૨૨મીએ રાતે ભાયલી દર્શનમ સ્પેન્ડ્રા નજીક વોકિંગ કરતી વખતે મોબાઇલ પર વાત કરતા હરિકૃષ્ણ લાલાણીના હાથમાંથી ફોન લૂંટી બાઇક સવાર ફરાર થઇ જતાં તેમણે ગોત્રી પોલીસમાં ફરિયાદ કરી હતી. આ બનાવ બાદ મોબાઇલ લૂંટવાના બનાવની વધુ એક ફરિયાદ નોંધાઇ છે.જેમાં વારસીયાના હરિઓમનગરમાં રહેતા લક્ષ્મણભાઇ નાથાણીએ કહ્યું છે કે,ગઇ તા.૨૧મીએ બપોરે હું સ્કૂટર પર કારેલીબાગના આમ્રપાલી કોમ્પ્લેક્સ  પાસેથી પસાર થતો હતો ત્યારે બાઇક સવાર બે લૂંટારા મારા ખિસ્સામાંથી મોબાઇલ લૂંટી ભાગ્યા હતા.

સ્કૂટર ચાલકે કહ્યું છેકે,મેં તેમનો એક કિમી સુધી પીછો કરતાં તેઓ વારંવાર પાછળ જોઇને હસતા હતા.જેથી તેમના ચહેરા જોઇ લીધા છે.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(6:08 pm IST)