Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગામડી બ્રિજ નજીકથી 496 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે બપોરના સુમારે ચિખોદરા ચોકડીથી ગામડી ઓવરબ્રિજ તરફ જવાના રોડ ઉપર આવેલ એમ. એસ. કોમ્પલેક્ષ સામેથી ૨૪.૫૨ લાખની કિંમતનો વિદેશી દારૂ ભરેલી ટર્બો ટ્રક સાથે ડ્રાયવર અને ક્લીનરને ઝડપી પાડીને કુલ ૪૪.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આણંદ શહેર પોલીસ મથકે પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરાવીને વધુ તપાસ અર્થે પકડાયેલા બન્નેના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરના સુમારે એલસીબી પોલીસને માહિતી મળી હતી કે, એક યુપી પાસીંગની ટર્બો ટ્રકમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો વાયા આણંદ, ચિખોદરા ચોકડી થઈને સૌરાષ્ટ્ર તરફ લઈ જવામાં આવનાર છે. જેના આધારે પોલીસની ટીમ ચિખોદરા ચોકડીએ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન એક યુપી-૫૭, ટી-૬૪૬૮ની ટર્બો ટ્રક વડોદરા તરફથી પુરપાટ ઝડપે આવી ચઢતાં તેને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ચાલકે ટ્રકને નડિયાદ તરફ ભગાવી મૂકી હતી. જેથી પોલીસે તેનો પીછો પકડીને ગામડી ઓવરબ્રિજ પહેલા જ ઝડપી પાડી હતી. પોલીસે ટ્રકમાંથી ઉતરીને ભાગવા જતાં ક્લીનર અને ડ્રાયવરને ઝડપી લઈને ટ્રકની તલાશી લેતાં પ્રાથમિક દૃષ્ટીએ તેમાં જીરાના ભુસાના કોથળા તેમજ ચીનાઈ માટીના વેસ્ટ ટોયલેટ ટબનો સામાન મળી આવ્યો હતો.

 

(6:09 pm IST)