Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

વાઈબ્રન્ટ સમિટની તડામાર તૈયારી : ડેલિગેશન અમેરિકાના પ્રવાસે રવાના

ડેલિગેશન અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં રોડ શો કરશે તેમજ ભારતીય મૂળના સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગકારો, રોકાણકારો સાથે બેઠક કરશે

અમદાવાદ : ગુજરાત વાઈબ્રન્ટ સમિટની તાબડતોબ તૈયારીઓ ચાલી રહી છે. વાઈબ્રનેટ સમિટને સફળ બનાવવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. નાણાં વિભાગના મુખ્ય સચિવ જે પી ગુપ્તાની અધ્યક્ષતામાં ડેલિગેશન અમેરિકાના પ્રવાસે રવાના થયું છે. જે 5 ડિસેમ્બર સુધી અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં રોડ શો કરશે તેમજ ભારતીય મૂળના સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગકારો, રોકાણકારો સાથે બેઠક કરશે.

આ ડેલિગેશન ન્યુયોર્કમાં NASDAQ ની મુલાકાત લેશે અને બ્લુમબર્ગના CEO માઈક બ્લુમબર્ગ સાથે બેઠક કરશે..જેમાં GIFT સિટીમાં સંભવિત રોકાણ અંગે ચર્ચા કરશે સાથે સાથે વર્લ્ડબેંક, IFC, MIGA ના અધિકારીઓ સાથે પણ બેઠક કરશે..અને તેમને વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપશે.

આ વખતે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ યોજાઇ રહી છે. આ સમિટ 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાશે. આ વખતે આ સમિટમાં વિશ્વની સૌથી મોટી પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખી ગ્રીન થીમ પર યોજાશે. આ વખતે વાઈબ્રન્ટ સમિટમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરાશે. મહાત્મા મંદિર ખાતે યોજાનારી વાઈબ્રન્ટ સમિટ ગ્રીન સમિટ બની રહેશે.

(7:13 pm IST)