Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ખેલમહાકુંભ-૨૦૨૨ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સચિવ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ખેલમહાકુંભ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓની બેઠક

ભાગ લેનાર તમામ રમતવીરોને રજીસ્ટ્રેશનથી લઇને પરીણામ સુધી ઓછામાં ઓછી તકલીફ પડે અને ખૂબ સારા આઇ.ટી, પ્લેટફોર્મ પર આવે તે અંગે વિસ્તૃત ચર્ચા

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રમતવીરોને પ્રોત્સાહન મળે અને રમતવીરો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કરે તેને અનુલક્ષિને ખેલમહાકુંભ અભિયાનની શરૂઆત કરવામાં આવેલ. તે અંતર્ગત આ વર્ષે પણ ખેલમહાકુંભ ખૂબ સારી રીતે ઉજવાય અને જુદી-જુદી રમતોના રમતવીરો દ્વારા આમાં ખૂબ બહોળા પ્રમાણમાં ભાગ લે અને આખી વ્યવસ્થા ખૂબ સારી રીતે થાય તે અંગે ગૃહ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સચિવ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ખેલમહાકુંભ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓની બેઠક કરવામાં આવેલ. તેમાં ખેલમહાકુંભમાં ભાગ લેનાર તમામ રમતવીરોને રજીસ્ટ્રેશનથી લઇને પરીણામ સુધી ઓછામાં ઓછી તકલીફ પડે અને આ તમામ બાબતો ખૂબ સારા આઇ.ટી, પ્લેટફોર્મ પર આવે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે. આ ઉપરાંત રમતગમત સાથે સંકળાયેલી શક્તિદૂત જેવી ખૂબ મહત્વની યોજનાઓ વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ. આ યોજનાઓનો મહત્તમ લાભ યોગ્ય રમતવીરોને મળે તે અંગે ગૃહ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા ખાસ સુચનો કરવામાં આવેલ

(8:33 pm IST)