Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા 9યુવતીઓ સહીત 13 નબીરા ઝડપાયા

સરગાસણની આશ્કા હોસ્પિટલની પાછળ સ્વાગત એફોર્ડમાં દારૂની મહેફિલ: તમામ નબીરાઓ ફેશન ડિઝાઈનિંગના ક્ષેત્ર સાથે સંકળાયેલા:પાર્ટીમાં દારૂની સાથે ડ્રગ્સ પણ લઈ રહ્યાં હોવાની શંકા

ગાંધીનગર : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો ઝડપાતા હોય છે.અનેક વાર માલેતુજાર પરિવારોના નબીરાઓ પણ દારૂની મહેફિલ માણતા હોય છે ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા 13 નબીરાઓ ઝડપાયા છે

મળતી વિગત મુજબ ગાંધીનગર જિલ્લાના સરગાસણની આશ્કા હોસ્પિટલની પાછળ આવેલ સ્વાગત એફોર્ડમાં દારૂની મહેફિલમાં ઈન્ફોસિટી પોલીસનો કાફલો પહોંચ્યો હતો જ્યાં દારૂની મહેફિલ માણી રહેલી 9 યુવતી અને 4 યુવક મળી કુલ 13 જણાની ધરપકડ કરી છે.

 આ દારૂની મહેફિલમાં યુવકો સાથે યુવતીઓ પણ સામેલ હતી. આ તમામ નબીરાઓ ફેશન ડિઝાઈનિંગના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. આ પાર્ટીમાં દારૂની સાથે નબીરાઓ ડ્રગ્સ પણ લઈ રહ્યાં હોવાની શંકા છે. આથી પોલીસે તે દિશામાં પણ આગળની તપાસ હાથ ધરી છે

(10:53 pm IST)