Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

સુરતના કતારગામમાં આપની સભામાં પથ્થરમારો એક બાળકને આંખ પર ઈજા: હોસ્પિટલ ખસેડાયો

પોલીસે ઘટનાસ્થળે જઈ મામલો થાળે પાડ્યો

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દિવસે દિવસે વધુ આક્રમક બની રહ્યો છે. હજુ થોડા દિવસ પહેલા જ સુરતના સરથાણામાં આમ આદમી પાર્ટીની જનસભા દરમિયાન મારામારીના દૃશ્યો સામે આવ્યા હતા. ત્યા ફરી સુરતમાં કતારગામમાં આમ આદમી પાર્ટીની જનસભામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેમાં એક બાળકને આંખ પર પથ્થર વાગ્યો હતો. ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. બાળકને હોસ્પિટલ ખસેડ્યા બાદ સભા ફરી શરૂ થઈ હતી. સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે જઈ મામલો થાળે પાડ્યો હતો.

(12:13 am IST)