Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

હર્ષ સંઘવીએ કહ્યુ-ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને કેસોની સંખ્યા ઓછી કરીશું.

અસામાજિક તત્વો દ્વારા જે જાહેર સંપતિને નુકસાન પહોંચાડશે તેની પાસેથી નુકસાની વસૂલ કરાશે તેવો કાયદો લાવવામાં આવશે

અમદાવાદ : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને કેસોની સંખ્યા ઓછી કરીશું. તેમણે કહ્યું કે કોમર્શિયલ કોર્ટની જરૂર છે. તો આગામી 5 વર્ષમાં 20 લાખ રોજગારી ઉભી કરવામાં આવશે. હર્ષ સંઘવીએ કહ્યું કે 2036માં ઓલિમ્પિકની યજમાની લેવા માટે ઓલિમ્પિક મીશન શરૂ કરીશું. તો રાજ્ય સરકારની તમામ જગ્યાઓ ભરવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીને એક સીટ પણ મળશે નહીં. 

આ સિવાય હિંસક વિરોધ, અશાંતિ વગેરે તથા અસામાજિક તત્વો દ્વારા જે જાહેર સંપતિને નુકસાન પહોંચાડશે તેની પાસેથી નુકસાની વસૂલ કરાશે તેવો કાયદો લાવવામાં આવશે. પોલીસના આધુનિકિકરણ માટે એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની વાત પણ ભાજપે સંકલ્પ પત્રમાં કરી છે. તો રાજ્યમાં જે વિરોધ દરમિયાન સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડશે તેની પાસે તેના પૈસા વસૂલ કરવામાં આવશે. 

(1:24 am IST)