Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર અમિત ઠાકરને સમર્થન આપવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ભવ્ય જનસભાને સંબોધી

કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગળું ખરાબ હોવા છતાં સભા સંબોધી

અમદાવાદ: હાલ વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના દિગ્ગ્જ નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. જેમાં આજરોજ અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર અમિત ઠાકરને સમર્થન આપવા અમિતભાઈ શાહ પહોંચ્યા હતા. જ્યાં અમદાવાદના પ્રહલાદનગર ટીપી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ભવ્ય જનસભાને સંબોધી છે.
મોટી સંખ્યામાં જનસભાને સંબોધતા અમિતભાઈ શાહ કહે છે કે,આ વિસ્તારમાં એટલે કે, વેજલપુર વિધાનસભા વિસ્તારમાંથી તમે મને પાંચ વાર ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યો છે. એકવાર સંસદ સભ્ય તરીકે ચૂંટીને મોકલ્યો. અને મને ખબર છે મિત્રો. વેજલરપુરના વિસ્તારને બનતો અમે વિકસતો પણ જોયો છે. તેની સમસ્યાઓને હું સારી રીતે જાણું છું. અમિતભાઈએ સભા પ્રહલાદ નગરમાં રાખી પણ પ્રહલાદ નગરવાળાને વેજલપુર બોલાવવાના હતા એટલે તેમને વેજલપુરની સમસ્યાઓ ખબર પડે. આ વેજલપુર વિસ્તાર અમદાવાદ શહેરના સૌથી જટિલ વિસ્તારોમાંથી એક વિસ્તાર છે. અને આ વિસ્તાર સૌથી સંવેદનશીલ વિસ્તારોમાંથી પણ એક છે. આ વિસ્તારની જેટલી સમસ્યાઓ છે તે સંતુલન વગર ઉકેલવી અઘરી છે.
ઈશ્વરભાઈ શ્રમ વિકાસ સાથે સમતાની દ્રષ્ટિથી વેજલપુરની સમસ્યાને ઉકેલનારા આપણા ધારાસભ્ય રહ્યા. હું તમને વિશ્વાસ આપું છું. સૂજબૂજથી વેજલપુરને સમજી સુરક્ષા અને વિકાસ બંન્નેને ખૂબ સારી રીતે કરવાવાળા ઉમેદવારને ભાજપે તમારી સામે લઈને આવવાનું કહ્યું છે.
આ વિસ્તારમાં 1996માં હું પહેલીવાર ચૂંટાયો તે સમયે અહીંયા કશું નહોતું. આ પ્રહલાદનગર ટીપી 2004-5માં પડી. અને પ્રહલાદ કાકાના નામથી તેને આપણે પ્રહલાદનગર ટીપી નામ આપ્યું. અને ત્યાં સુધી અહીંયા વિકાસનું નામું નિશાન નહોતું. અને આજે પ્રહલાદ નગર ટીપી, જોધપુર, વસ્ત્રાપુર,વેજલપુર વિધાનસભાનો એક સૌથી વિકસીત વિસ્તારોમાંથી એક છે. લોકો રહેવા આવે તે પહેલા રોડ રસ્તા,ગટર,લાઈટ પાર્ટીપ્લોટનું ડિટેઈલ આયોજન 1996થી 2000માં કર્યું હતું. તેને આધારે શહેર વિકસ્યું અત્યારે લોકો રહેવા આવ્યા, બિલ્ડીંગો બની, ઓફિસો બની પણ બેજિક સુવિધા જસની-તસ રહી. આ વિસ્તાર પર મને વિશ્વાસ છે કે, અમિતભાઈ ખૂબ સૂજબૂજથી આગળ વધારશે.
આજે 25/11 છે. મારા જેવા વ્યક્તિ માટે 26/11 ક્યારેય ન ભૂલાય.આ એજ દિવસ છે જે દિવસે દિલ્હીમાં પાકિસ્તાનના લોકોએ હુમલો કર્યો અને 164 લોકોએ તેમનો જીવ ગુમાવ્યો હતો. અને સરકાર મુખદર્શક બનીને જોઈ રહી હતી. તે સમયે તેના ગૃહમંત્રી એક દિવસમાં ત્રણ વખત કપડા બદલતા હતા. આ મોદી સરકારે દેશની સુરક્ષાને સુનિશ્વિત કરી છે.
આપણે સૌ અમદાવાદમાં રહેનારા વિશેષ વેજલપુરમાં રહેનારા નાગરિકોએ અનેક હુલ્લડો કોંગ્રેસની સત્તામાં જોઈ ચૂક્યા છે. છાશવારે કોમી તોફાનો થતા ગુજરાતની શાંતિને આ લોકો પીંખી નાખતા હતા. રાધિકા જીમ ખાનાની ઘટના કેવી રીતે ભૂલાય. અનેક પ્રકારથી શહેરની શાંતિ પીંખી નાખતા હતા. એક વર્ષમાં અઢીસો દિવસ સુધી કર્ફયુ આ લોકોએ જોયેલું છે. તે સમયે આપણી પાર્ટી સત્તા પર નહોતી. તે સમયે હું એક પ્રતિનિધિ મંડળમાં અમરસિંહ ચૌધરીને મળવા ગયો હતો. તે સમયે અમરસિંહે કહ્યું હતું કે,સત્તા પર આવશો ત્યારે ખબર પડશે કે કેટલા વીશે સો થાય. ગુજરાતની જનતાએ આ સત્તા આપણને સૌંપી. 2002માં કોંગ્રેસે આદત પાડી હતી. રમખાણ કરવાવાળાએ કોમી તોફાન કર્યો. તે સમયે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા. તેમણે રમખાણ કરવાવાળા લોકોને એવો પાઠ ભણાવ્યો કે તે ઘડીને આજનો દિવસ ગુજરાતમાં ક્યારેય રમખાણો નથી થયા.
2002થી 2022 ગુજરાતની અંદર એક્કા દુક્કી ઘટનાઓને છોડી કોઈ જગ્યાએ કર્ફયુ નથી નાખવું પડ્યું. તે સમયે મોટા-મોટા તુરમખાનો પોતાની મૂછ ઉપર લીંબુ ગોઠવી ફરતા હતા. આજે ક્યાંય નથી દેખાતા. બધા છું મંતર થઈ ગયા. આ ભાજપની સરકારે ગુજરાતની અંદર શાંતિ સ્થાપવાનું કામ કર્યું છે. જ્યાં શાંતિ હોય ત્યાં જ વિકાસ હોય, ત્યાં જ લોકો સાથે રહી શકાય. તેના આધારે સમગ્ર અમદાવાદ શહેરને બદલવાનું કામ ભાજપે કર્યું. આ રિવરફ્રન્ટ સાબરમતી નદીમાં ગટરો ઠલવાતી આજે નર્મદા માનું પાણી બે કાંઠે છે. રિવરફ્રન્ટે છોકરાઓ રમતા હોય છે. નરેન્દ્રભાઈએ રિવરફ્રન્ટ બનાવી અમદાવાદને વિશ્વના નકશા પર મુકવાનું કામ કરી દીધું.
સમગ્ર દુનિયામાં બનેલા રિવરફ્રન્ટમાંથી સૌથી અદ્દભુત રિવરફ્રન્ટ અમદાવાદમાં નરેન્દ્રભાઈએ બનાવ્યો છે. કારણકે, દુનિયામાં બધાં રિવરફ્રન્ટ નેચરલ ફ્લો આધારીત બન્યા છે. જ્યારે અમદાવાદનો રિવરફ્રન્ટ નર્મદાનું પાણી સાબરમતીમાં નાખી બનાવવાનું કામ કર્યું છે. 31 ઘાટો બનાવ્યા. 300 મીટર લાંબો અટલ ફૂટ બ્રિજ બનાવ્યો. આજે રિવરફ્રન્ટ આપણી શાન બની ગયું. કાંકરિયામાં પણ દુર્ગંધ મારતા પાણી જોયા છે. આજે કાંકરિયા રમણીય થઈ ગયું છે.
નરેન્દ્રભાઈ અહીંથી વડાપ્રધાન બની દિલ્હી ગયા. 8 વર્ષમાં દેશની અંદર દરેક ક્ષેત્રમાં વિકાસે નવા રેકોર્ડો સર્જયા છે. સમગ્ર વિશ્વની અંદર ભારતને સન્માનને પ્રસ્તાપિત કરવાનું કામ કર્યું. જેમાં કેટલાક કામો એવા કર્યા જે આ કોંગ્રેસીયાઓ કરવાનું સપનામાં વિચારી પણ ન શકે. 10 વર્ષ સુધી સોનિયા મનમોહનની સરકાર હતી. રોજ પાકિસ્તાનથી આતંકવાદી અહીંયા ઘૂસી કોઈને કોઈ કાંડ કરી આપણા જવાનોના માથા કાપીને લઈ જતા હતા.પરંતુ વોટ બેંકની પોલિટિક્સના કારણે આ દેશના વડાપ્રધાન એક પણ અવાજ ઉંચો નહોતા કરતા. નરેન્દ્રભાઈ આવ્યા પાકિસ્તાને ફરી કર્યું ત્યારે 10 જ દિવસમાં સેનાને હુકમ કરી સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરી. સેના પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આંતકવાદીઓનો ખુરદો બોલાવી સહિસલામત ભારતમાતાના જૈઘોષ સાથે પાછી આવી. અને આજે સર્જીકલ સ્ટ્રાઈકના કારણે નરેન્દ્રભાઈએ સમગ્ર દેશની અંદર એક સંદેશ આપ્યો કે, ભારતની સેના અને સીમા સાથે અટકચાળો ન કરાય નહિ તો પરિણામ ભોગવવા પડે.
બધાં કહેતા હતા કે, 370મી કલમ કેવી રીતે હટે. કોંગ્રેસે ધીરે-ધીરે 370મી કલમને હટાવવી અસંભવ હોવાની ધારા બનાવી લીધી હતી. મોદીભાઈએ 5 ઓગસ્ટ 370મી કલમ અને 35 એની કમલને એક સાથે ઉખાડી કાશ્મીરને ભારત સાથે જોડી દીધા.કોંગ્રેસ, આપ પાર્ટી, સપા, બજપા, કોમ્યુનિસ્ટ,મમતા આ બધા જ્યારે હું લોકસભામાં બિલ લઈને ઉભો થયો તો કાઉં કાઉં કરવા લાગ્યા કે,ન હટાવશો. મેં કીધું કેમ ન હટાવે તો કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે. લોહીની નદીઓ છોડો. 3 વર્ષથી કોઈની કાંકરી મારવાની હિંમત નહોતી થઈ.
રામ જન્મભૂમિનો મામલો પણ વર્ષો સુધી ક્યારેક હાઈકોર્ટ તો ક્યારેક સુપ્રિમ કોર્ટમાં મામલો ધૂંચાતો હતો. નરેન્દ્ર ભાઈ બીજી વખત પ્રધાનમંત્રી બન્યા અને કેસ જલ્દી ચાલ્યો બાદમાં નરેન્દ્રભાઈએ રામજન્મભૂમિનું ભૂમિ પૂજન થઈ ગયું.
2014ની ચૂંટણીમાં રાહુલબાબા કોંગ્રેસના અધ્યક્ષ હતા. જ્યારે હું ભાજપનો અધ્યક્ષ હતો. ત્યારે દરેક જગ્યાએ પૂછતા હતા કે, મંદિર વહિં બનાયેગે. પર તિથિ નહિ બતાયેગેંના મેણા મારતા હતા.આજે વેજલપુરવાળાની હાજરીમાં તેમને રહી દઉં. રાહુલબાબા 1 જાન્યુઆરી 2024ની ટિકિટ કરાવી લો ત્યાં ગગન ચૂંબી રામ મંદિર તર્યા હશે. બાબાને મંદિર તોડ્યું હતું. ત્યારથી અત્યાર સુધી લાખો કરોડો લોકોની મનની ઈચ્છા હતી કે ત્યાં રામ મંદિર બને તે નરેન્દ્રમોદીએ પૂરી કરી દીધી.
1990થી ગુજરાતની જનતાએ એક પણ વખત કોંગ્રેસને જીતાડી નથી. 2022માં પાછા નવા કપડા પહેરીને આવી ગયા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતીથી જીતાડવાની છે. તમારે મતદાનના દિવસે 20-20 લોકોને ફોન કરીને કહેવાનું છેકે, 9 વાગ્યા પહેલા મતદાન પૂરું કરી દેવાનું છે. આ વેજલપુર વિધાનસભા આપણું નાકું છે ભાઈ. નાકું મજબૂત નહિ રાખો તો તકલીફ પડશે. નાકાની નાકાબંધી કરવાની છે. અહીંયા લીડ ઘટવી ન જોઈએ.

(3:33 pm IST)