Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અચાનક બોટાદની મુલાકાતે: જિલ્લા ભાજપના પદાધિકારી -આગેવાનો સાથે મહત્વની બેઠક યોજી

 ભાજપ કાર્યકરો સાથે બેઠક રદ કરી આગેવાનો સાથે પાટીલે બેઠક કરતા અનેક તર્ક વિતર્ક

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર વચ્ચે બોટાદમાં અચાનક ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મુલાકાતને લઇ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. સી.આર.પાટીલ અચાનક બોટાદની મુલાકાતે પહોંચ્યાં હતા અને જિલ્લા ભાજપના પદાધિકારી અને આગેવાનો સાથે મહત્વની બેઠક યોજી હતી સાળંગપુર રોડ પર આવેલી ખાનગી હોટલમાં બેઠક યોજી મહત્વની ચર્ચા કરી હતી. ભાજપ કાર્યકરો સાથે બેઠક રદ કરી આગેવાનો સાથે પાટીલે બેઠક કરતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે.

(7:26 pm IST)