Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

કોંગ્રેસના ઉમેદવાર અમરીશ ડેર પાણીમાં તરીને ચૂંટણી પ્રચાર પ્રસાર કરવા પહોંચ્યા

ચાંચના લોકોની તકલીફ લોકોના ધ્યાનમાં આવે તે માટે જાતે જ પાણીમાં જઈ ચાંચ પહોચ્યા અને ચૂંટણી માટે પ્રચાર કર્યો

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર થઇ રહ્યો છે તેવામાં કોંગ્રેસના ઉમેદવાર અમરીશ ડેર આજે પાણીમાં તરીને પ્રચાર પ્રસાર કરવા પહોંચ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે  વિક્ટરથી ચાંચ વચ્ચે વર્ષોથી પુલ બનાવવાની માંગ હજુ પુરી થઈ નથી. ત્યારે આજે વિક્ટરથી ચાંચ ખાડીના પાણીમાં તરતા તરતા અમરીશ ડેર અને સાથી કોંગ્રેસ આગેવાનો ચાંચ ખાતે મતદારોને મળવા ગયા હતા અને ચાંચના લોકોની તકલીફ  લોકોના ધ્યાનમાં  આવે તે માટે જાતે જ  પાણીમાં જઈ ચાંચ પહોચ્યા અને ચૂંટણી માટે પોતાનો  પ્રચાર   કર્યો હતો

   
(7:32 pm IST)