Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

લોકોની પીડાને વાચા આપવા કોંગ્રેસના અમરીશ ડેર ખાડીમાં ધુબાકો મારી: તરીને સામા કાંઠે પહોંચ્યા

કેટલાક લોકોએ "નાટક બંધ કરો"ના નારા પણ લગાવ્યા

કોંગ્રેસના ધારાસભ્યએ ગજબ કરી: ચૂંટણી પ્રચાર દરમિયાન લોક પ્રશ્નોને વાચા આપવા રીતસર ખાડીમાં ધૂબાકો માર્યો: અમરેલીના વિક્ટર બંદરથી ચાંચ બંદર જવા લાંબા સમયથી કોઈ પુલ નથી.. સત્તાધીશોનું ધ્યાન ખેંચવા કોંગ્રેસના ધારાસભ્ય પદના ઉમેદવાર અને હાલના ધારાસભ્યશ્રી અંબરીશ ડેર પ્રચાર માટે ખાડીમાં ધુબાકો મારી સામા કાંઠે તરીને પહોંચ્યા હતા.
મોટો માનવ સમુદાય આ સમયે એકત્ર થયેલ.. અમરીશ ડેરે કહેલ કે વિધાનસભામાં અનેક વખત રજૂઆત કરવા છતાં વિક્ટર બંદર થી ચાંચ બંદર જવા માટે ઈરાદાપૂર્વક પુલ બનાવાતો નથી.
જો કે શ્રી ડેર ખાડીમાં તરીને સામા કાંઠે પહોંચ્યા ત્યારે કેટલાક લોકોએ "નાટક બંધ કરો"ના નારા પણ જોરશોરથી લગાવ્યા હતા.

(7:51 pm IST)