Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

નર્મદા જિલ્લામાં "નોંધારા નો આધાર" પ્રોજેક્ટ અંતર્ગત નોંધાયેલા 175 નોંધારાઓને તમામ 35 લાભો આપી પુનર્વસન કરાયા બાદ કામગીરી ખોરંભે..?!

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં નોંધારાઓ નાં પુનર્વસન માટે સરકારની યોજના માથી અગાઉના કલેકટર ડી.એ. શાહ એ ખાસ રસ દાખવી 175 નોંધારા ને તમામ 35 જેવા લાભો આપી પુનર્વસન કરાવ્યું હતું  પરંતુ શાહ સાહેબની બદલી બાદ આ કામગીરી પર બ્રેક લાગેલી જોવા મળી છે, આમાં નોંધારા નાં આધાર અંતર્ગત ઘણા નોંધારાઓને બે ટંક ભોજન પણ અપાતું હતું તે બંધ થતાં લોકો ભોજન ફરી શરૂ થાય તેવી આશા સેવી રહ્યા છે છતાં હજુ કોઈ વ્યવસ્થા જણાતી નથી જોકે 35 લાભો માં ભોજન ભલે બંધ હોય પરંતુ બાકીના 34 લાભો આપવા માટે સરકારની યોજન અમલમાં છે માટે નવા નોંધાયેલા નોંધારા માટે આવી યોજનો નો લાભ ચાલુ રહે તે મુદ્દે લાગતી વળગતી સંસ્થા એ અને રાજકીય નેતા એ રસ દાખવી નવા નોધરાની યાદી તૈયાર કરી લાગતા વળગતા અધિકારી ને આપતેમનું પુનર્વસન થાય તેવા પ્રયાસ હાથ ધરવા જોઇયે જેથી નોંધારા રાષ્ટ્ર નાં પ્રવાહમાં જોડાઈ જાય.
આ તમામ લાભો માટે કોઈજ ખર્ચની જરૂર નથી તથા સરકારી યોજનાઓ અને ફંડ પણ ઉપલબ્ધ છે માત્ર આનું યોગ્ય મોનીટરીંગ અને સુપરવિઝન શહેરનાં અગ્રણી  નાગરિકો ,પત્રકાર મિત્રો,પ્રાંત અધિકારી,નિવાસી અધિક કલેકટર તથા કલેકટર જો રસ દાખવી કરે તો નોંધરા વ્યક્તિઓ માટે ખૂબ મોટી સેવા થાય એમ છે.માટે ડી.એ શાહ જેવા લાગણીશીલ અધિકારી તેમજ સંસ્થા અને અગ્રણી નાગરિકો આ મુદ્દે રસ દાખવે તે જરૂરી છે.
 અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં આગળ બદલી થયેલા કલેકટર ડી. એ શાહ દ્વારા ગરીબ પરિવારો માટે ખાસ કામગીરી કરી નોંધારા નો આધાર સહિત કુલ 35 જેટલા લાભો પ્રત્યેક લાભાર્થી માટે ઊભા કરાયા હતા જે થકી લાભાર્થીઓને યોજનાનાં લાભ મળ્યો અને બે ટંક ભોજન મેળવી નિરાશ્રિતો ખુશ હતા પરંતુ તેમની અન્ય જિલ્લામાં બદલી બાદ નોંધારા નાં આધાર સહિતના પ્રોજેક્ટ પર ખાસ કોઈ ધ્યાન નાં આપતા ભોજન સહિતની તમામ સરકારી કામગીરી પર બ્રેક લાગી ગઈ છે
જેમાં જાણવા મળ્યા મુજબ નક્કી કરેલી સંસ્થા એ નિરાશ્રિતો નાં નામની નોંધણી કર્યા બાદ આ લિસ્ટ જેતે વિભાગના અધિકારી ને આપ્યા બાદ લાગતા વળગતા ખાતાના અધિકારી સરકારી સહાય આપતા હોય છે પરંતુ હાલમાં આ તમામ પ્રોજેક્ટ ખોરંભે પડેલા જોવા મળી રહ્યા છે જેમાં જિલ્લાના તમામ લાભાર્થીઓ પણ નિરાશ થઈ ચૂક્યા છે અને અગાઉના કલેકટર ડી.એ.શાહની કામગીરી ની સરાહના કરી તેમને યાદ કરી રહ્યા છે.તેવામાં આ અભરાઈ પર મુકાઈ ગયેલા પ્રોજેક્ટ પુનઃ ક્યારે શરૂ થશે અને નિરાશ્રિતો ને ક્યારે લાભ મળશે એ કહેવું મુશ્કેલ જણાઈ રહ્યું છે....

(11:09 pm IST)