Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

74 મા પ્રજાસત્તાક દિને 108, MHU,ફરતા પશુ દવાખાના અને EMRI ના કર્મીઓને સન્માનિત કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 74 માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી તિલકવાડાની શ્રી કે એમ શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં કરવામાં આવી જેમાં કલેક્ટર સ્વેતા તેવતિયા ના હસ્તે ધ્વજા રોહણ  કરવામાં આવ્યું હતું.

આ 74 માં પ્રજાશાત્તક પર્વ નિમિત્તે વિવિધ રંગા રંગ કાર્યક્રમો પણ થયાં તેમજ આ કાર્યક્રમ માં 108 એમ્બ્યુલન્સ ના કર્મીઓ જેમને ઉમદા કામગીરી કરી છે તેમને  પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા જેમાં ઈ એમ ટી વર્ષાબેન તડવી અને પાયલોટ નરેશભાઈ વસાવા તેમજ એમ એચ યુ ના ડૉ. વર્ષા વસાવા અને એમ વી ડી ના ડ્રાઈવર શૈલેષ ખાંટનો સમાવેશ થાય છે  તેમની ઉમદા કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. 108 ની ટીમનો ઉત્સાહ વધારવા માટે જે સન્માન કલેક્ટર દ્વારા કરાયું તેનો 108 ની ટીમ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો તેમજ  હંમેશાની જેમ પુરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવવા સંકલ્પ લીધા હતા. તથા નર્મદા જિલ્લાના ઈ. એમ. આર. આઇ ગ્રીન હેલ્થ સર્વિસ નાં પ્રોજેકટ કર્ડીનેટર નિરવ પ્રજાપતિની અંડર માં ફરજ બજાવતા પાઇલોટ કમ ડ્રેસર શૈલેષભાઈ ખાટને નર્મદા જિલ્લાના ધારાસભ્ય, કલેક્ટર, ડીડીઓ ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા.

(11:18 pm IST)