Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ભૂપેન્‍દ્રભાઈ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સહભાગી થયા : વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન આપ્‍યું

વડોદરા ખાતે માંજલપુર સ્‍થિત આત્‍મીય વિદ્યાલયમાં પ્રસારણ કરાયું : બાળ મેળા અને વી.સી.સી.આઈ. એક્‍સપોનું ઉદ્‌ઘાટન કર્યું

વડોદરા તા. ૭ : ભૂપેન્‍દ્રભાઈ પટેલ આજે વડોદરાનીᅠ મુલાકાતે છે.જયાં તેઓએ વડોદરા મહાનગરપાલિકા આયોજિત બાળ મેળાનું તેમજ વડોદરા ચેમ્‍બર્સ ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા યોજાઈ રહેલા વી.સી.સી.આઈ. એક્‍સપોનું ઉદ્‌ઘાટનᅠ કરીને ત્‍યાર બાદ ‘પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ આજે સવારે વડોદરા આવી પહોંચ્‍યા હતા.તેઓ કમાટીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત ૫૦મા બાળમેળાનું સવારે ૯ કલાકે ઉદ્‌ઘાટન કરેલ ત્‍યારબાદ સવારે ૯.૪૫ કલાકે નવલખી ગ્રાઉન્‍ડ ખાતે યોજાઈ રહેલા વી.સી.સી.આઈ. એક્‍સપોનું ઉદઘાટન ભુપેન્‍દ્રભાઈએ કર્યું હતું.કેન્‍દ્રીય અને રાજય બોર્ડના ધો. ૧૦ અને ધો. ૧૨ના વિદ્યાર્થીઓ ના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવા વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની અનોખી પહેલ એવા ‘પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ અંતર્ગત નરેન્‍દ્રભાઇ મોદી નવી દિલ્‍હીના તાલ કટોરા સ્‍ટેડિયમથી દેશના વિદ્યાર્થીઓ સાથે વિડિયો સંવાદ કરેલ અને માર્ગદર્શન પૂરું પડ્‍યું હતું.આ કાર્યક્રમનું વડોદરા ના માંજલપુર સ્‍થિત આત્‍મીય વિદ્યાલય ખાતે પણ પ્રસારણ કરવામાં આવ્‍યું હતું.ᅠમુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ પણᅠ આ વેળાએ માંજલપુર ખાતે થી સહભાગી થઈ વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન પૂરું પાડેલ.ભુપેન્‍દ્રભાઈના વડોદરા પ્રવાસ દરમિયાન તેમની સાથે સાંસદ અને ધારાસભ્‍યો સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહયા હતા.

(11:40 am IST)