Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ગુ. પ્ર. મુસ્‍લિમ મીર સમાજના ઉપાધ્‍યક્ષપદે કમરૂભાઇની નિમણુંક

રાજકોટ તા. ર૮: ગુજરાત પ્રદેશ મુસ્‍લિીમ મીર સમાજના ઉપાધ્‍યક્ષ પદે કમરૂભાઇ ભાયાણીની નિમણુંક થયેલ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના કો-ઓડીનેટર કમરૂભાઇ ભાયાણીની યાદીમાં જણાવ્‍યું છે કે, તાજેતરમાં અખિલ ભારતીય મુસ્‍લિમ સમાજ દિલ્‍હી ખાતે અધિવેશન મળેલ હતું.

તેમાં દિલ્‍હીના મહાસચિવ જનાબ મહેબુબ સીપા મીર એ ગુજરાત પ્રદેશ મુસ્‍લિમ મીર સમાજના ઉપપ્રમુખ પદે કમરૂભાઇ ભાયાણીની નિમણુંક કરવામાં આવેલ છે.

વધુમાં જણાવ્‍યું છે કે આગામી તા. ર૯/૦૧/ર૦ર૩ના રોજ રાજકોટ ખાતે સમાજની સામાન્‍ય સભા કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં કાસમભાઇ મરકડા, ડો. અનવરભાઇ નરાસડા, નીઝામ્‍ભાઇ પડિયા, શરીફભાઇ ભાયાણી, નઝીરભાઇ રસાડીયા, રીયાઝભાઇ ભાયાણી, સોહીલભાઇ નારાસડા, નાસીરભાઇ પીરાણી, શબ્‍બીરભાઇ કુવાડીયા, માંસુમ્‍ભાઇ ભાયાણી, ભોલાભાઇ સરાડીયા, ઇમરાનભાઇ લાલાણી, અમીનભાઇ રાસડીયા વગેરેએ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

(3:15 pm IST)