Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

કલીન ગ્રીન ઉર્જા યુકત ગુજરાતનો ટેબ્લો પેરેડ આકર્ષણનું કેન્દ્ર બન્યો

પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખીના વખાણ

ગાંધીનગર,તા.૨૮ : ગણતંત્ર દિવસ ઉપર દિલ્હી ખાતે કર્તવ્ય પથ  ઉપર કલીન- ગ્રીન ઉર્જા યુકત ગુજરાત ઉપર ગુજરાતની ઝાંખી એ બધાનું દિલ જીત્યું હતું ગુજરાતની કલીન ગ્રીન ઉર્જા યુકત ગુજરાત ઉપર આધારિત સંસ્કૃતિક ટેલ્બોએ સૌનું મન મોહી લીધેલ.

આ ટેબ્લો દ્વારા કચ્છ મોઢેરાની સંસ્કૃતિક ઝલક અને સોલાર અને પવનની ઊર્જાના વૈજ્ઞાનિક તથા ટેકનિકલ દ્રષ્ટિકોણનું એકીકરણ કરી હરીત અને શુદ્ધ નવીકરણીય ઉર્જાના નિર્માણના માધ્યમથી ઉર્જા ક્ષેત્રમાં દેશ અને દુનિયાને નવી રાહ દર્શાવવાનો સુંદર પ્રયાસ કરાયેલ. જેની ઉપસ્થિતિ સર્વેએ દિલ ખોલીને પ્રશંસા કરી હતી. આ ઝાંખીમાં કચ્છમાં નિર્માણ પામી રહેલ વિશ્વના સૌથી વિશાળ હાઇબ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્ક, ૨૪ કલાક સૌર ઉર્જાથી ચાલતા મોઢેરા ગામ, પીએમ કુસુમ યોજનાના માધ્યમથી ખુશ હાલ ખેડૂતો અને કેનાલ રૃફટોપથી સૌર ઉર્જાનો ઉત્પાદન દર્શાવવામાં આવ્યું હતું.

(3:18 pm IST)