Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

બનાસકાંઠાના થરામાં સમસ્‍ત ભરવાડ સમાજની ગુરૂગાદી સ્‍થાનકે ૩૦૦૧ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે : પૂ. રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને ભાગવત કથા

કાલે તા. ૩૦ ને રવિવારથી તા. પ ફેબ્રુઆરી સુધી ભવ્‍ય ધર્મોત્‍સવ : લોકડાયરાની રમઝટ બોલશે : ૮પ૦ વિઘા જમીનમાં સમુહ લગ્નોત્‍સવ તથા શ્રીમદ ભાગવત સપ્તાહઃ બ્રહ્મલીન મહંત શ્રી શિવપુરીજી બાપુનો પંચામૃત મહોત્‍સવ - થરા સમૈયો ઉત્‍સવ : ગિનીસ બુકમાં નોમીનેશન કરાશે

રાજકોટ, તા.૨૮: બનાસકાંઠા જીલ્લાનાં કાંકરેજ તાલુકાનાં થરામાં આવેલ સમસ્‍ત ભરવાડ સમાજની ગુરૂગાદી શ્રી ગ્‍લાલીનાથ મહાદેવ - ઝાઝવડા દેવ સંસ્‍થાન તથા સમસ્‍ત સંતગણની ઉપસ્‍થિતીમાં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્‍વર મહંત શ્રી ઘનશ્‍યામપુરીજી ગુરૂ શ્રી શિવપુરીજીના આર્શિવાદથી બ્રહ્મલીન મહંત શ્રી શિવપુરીજી બાપુ પંચામૃત મહોતસવ - થરા સમૈયોનું ભવ્‍યાતિભવ્‍ય આયોજન તથા પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને શ્રમીદ ભાગવત સપ્‍તાહનું આયોજન કરાયુ છે.

આજથી ૯૦૦ વર્ષ પૂર્વ ભરવાડ સમાજની ગુરૂગાદી થરા (જી. બનાસકાંઠ), ખાતે ગ્‍વાલીનાથ મહાદેવના સાનિધ્‍યમાં સૌ પ્રથમ જંગવિવાહ (સમુહલગ્ન) યોજાયો હતો. જેમાં ૩૦૦૯ દિકરીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતાં. એ જ સ્‍થાન ઉપર બીજો જંગવિવાહ આગામી તા. ૩૦-૧-ર૦ર૩ અને ૩૧-૧-ર૦ર૩ ના રોજ યોજાઇ રહ્યો છે. જેમાં સમગ્ર ગુજરાત-મહારાષ્‍ટ્ર-મધ્‍ય પ્રદેશ અને રાજસ્‍થાનમાંથી ૩૦૦૧ દિકરીઓ એક સાથે પ્રભુતામાં પગલા માંડશે. આ ઐતિહાસિક મંગલ ઘડીના સાક્ષી બનવા અને સમુહલગ્ન તેમજ ધાર્મિક ઉત્‍સાહમાં જોડાવા સમસ્‍ત માલધારી સમાજને આહવાન  કરવામાં આવે છે. આ જાજરમાન સમુહલગ્નનું વર્લ્‍ડ ગીનીસ બુકમાં નોમીનેશન કરવામાં આવશે. અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાનશ્રી કૃષ્‍ણ જયારે ગોકુલ છોડીને નિકળ્‍યા ત્‍યારે પ્રથમ પડાવ બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના થરા ખાતે નાખ્‍યો હતો. જયાં ભગવાન શ્રીકૃષ્‍ણના હસ્‍તે ગ્‍વાલીનાથ મહાદેવની સ્‍થાપના કરવામાં આવી હતી. આ ઐતિહાસિક સ્‍વયંભુ મહાદેવની પુનઃ પ્રાણપ્રતિષ્‍ઠા કરવામાં આવનાર છે. જેના ભાગ શ્રીમદ્‌્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત ભરવાડ સમાજની ગુરૂગાદીના બ્રહ્મલીન મહંત પરમ પૂજય શિવપુરી બાપુનો ભંડારો પણ યોજાશે. ગુરૂગાદી થરાના પરમપૂજય ઘનશ્‍યામપુરીબાપુ ગુરૂ શિવપુરીબાપુના આશિર્વાદ અને સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ યોજાનાર ૧૦૦ દિકરીઓના સમુહલગ્ન, શ્રીમદ્દ ભાગવત કથા, ગ્‍વાલીનાથ મહાદેવની પુનઃપ્રાણપ્રતિષ્‍ઠા મહારૂદ્રી યજ્ઞ તથા શિવપુરીબાપુનો ભંડારો આ તમામ ધાર્મિક ઉત્‍સવના યજમાન બેચરભાઇ તેજાભાઇ ગમારા (અમદાવાદ) છે. આ સમગ્ર ધાર્મિક ઉત્‍સવને ગ્‍વાલીનાથ મહાદેવ થરાનો સમૈયો એવુ નામ આપવામાં આવ્‍યું છ.ે

 આ ઐતિહાસિક સમુહલગ્નમાં જોડાયેલ તમામ દિકરીઓને ઘરવખરીની રપ૧ ચીજવસ્‍તુઓ સાથેનો કરીયાવર દરેકના ઘરે પહોંચતો કરી દેવામાં આવ્‍યો છ.ે ભરવાડ સમાજના ધર્મગુરૂ મહામંડલેશ્વર પ.પૂ. ઘનશ્‍યામપુરી બાપુના માર્ગદર્શન હેઠળ લગ્ન તડામાર તૈયારીઓ  ચાલુ રહી છે. થરા સમૈયો સમુહ લગ્નની વિગતો જણાવતા વિનુભાઇ ગમારાએ જણાવ્‍યુ હતુ કે તમામ દિકરીઓને કરીયાવર દરેકના ઘરે પહોંચતો કરી દેવામાં આવ્‍યો છે. ૮૫૦ વિઘા જમીનમાં આ સમગ્ર ઉત્‍સવ ઉજવવામાં આવશે જેમાં લગ્ન સ્‍થળ થી ૩ કીલોમીટર દૂર ૪૦૦ વિઘામાં પાર્કીગની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. પાર્કીગ સ્‍થળેથી લગ્ન સ્‍થળે મહેમાનોને લઇ જવા અને લાવવા માટે ૬૦ લકઝરીયસ બસો મુકવામાં આવી છે. ૫૦ વીધામાં લગ્નમંડપ અને ૨૦૦ વિઘામાં ભોજનશાળા ઉભી કરવામાં આવી છે.

આ સમુહ લગ્નમાં અંદાજીત ૧૫ લાખથી વધુ લોકો પધારશે જેના માટે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સૌરાષ્‍ટ્રમાંથી ૨૦૦ થી વધુ સ્‍વયંસેવકો સેવા કાર્યમાં જોડાશે. વ્‍યવસ્‍થાના ભાગરૂપે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રની દિકરીઓના ફેરા તા.૩૦-૧-૨૦૨૩ના રોજ યોજાશે અને અમદાવાદ સહિતના વિસ્‍તારોની દિકરીઓના ફેરા તા.૩૧-૧-૨૦૨૩ના રોજ યોજાશે. વધુ માહિતી માટે વિનુભાઇ ગમારા (અમદાવાદ) મો.૯૮૨૫૨ ૦૯૨૪૭, ગકુરભાઇ ગમારા (અમદાવાદ) મો.૯૩૨૭૭૪૨૨૧૪, ભીખાભાઇ પસારીયા (રાજકોટ) મો.૯૮૨૪૧ ૯૯૯૦૯, રાજુભાઇ જુંજા (રાજકોટ) મો.૯૮૯૮૧ ૦૨૪૭૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહનો તા. ૩૦ નાં રોજ પૂ. રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને પ્રારંભ થશે અને તા. પ ફેબ્રુઆરીના રોજ ભાગવત કથા વિરામ લેશે. દરરોજ સવારે ૯ થી ૧ વાગ્‍યા સુધી કથાનું રસપાન થશે.

તા. ૩૦ ને સોમવારથી તા. પ ફેબ્રુઆરી સુધી અવિરત પ્રસાદનો લાભ લેવા સમસ્‍ત ભરવાડ સમાજને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

તા. ૩૦ ને સોમવારે રાત્રે માયાભાઇ આહીર, કિર્તીદાન ગઢવીનો લોકડાયરો, તા. ૩૧ નાં રાકેશ બારોટ અને ટીમ તા. ૧ ને બુધવારે હકુભા ગઢવી, પરસોતમપરી, તા. ર નાં રાજભા ગઢવી, કૌશિક ભરવાડ, ગીતા રબારી, તા. ૪ ના દેવાગત ખવડ, જીજ્ઞેશ કવિરાજ, લોકડાયરો રજૂ કરશે.

તા. ૪ ના રોજ બ્રહ્મલીન મહંત શિવપુરીજી બાપુનો ભંડારા મહોત્‍સવ તથા તા. પ ને રવિવારે શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્‍યામપુરીજી બાપુની રજતતુલા કરવામાં આવશે.

(3:54 pm IST)