Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

અમદાવાદ નજીક દુધેશ્વર વિસ્‍તારમાં પોલીસે દરોડો પાડી 25.52 લાખનો વિદેશી દારૂ પકડી પાડી 10 લોકોને ધરપકડ કરી

દરોડાને લઇને પોલીસ કમિશનરે પી.આઇ. તથા પી.એસ.આઇ. સહિતના સ્‍ટાફ સામે કાર્યવાહી કરી

અમદાવાદ: માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડવાના મામલે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે માધુપુરા પોલીસ સ્ટેશનના PI, PSI અને ડી સ્ટાફના તમામ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. સ્ટેટ મોનીટંરીગ સેલે કરેલી દારૂની રેડ બાદ માધુપુરા પોલીસ સ્ટેશનના PI જી.આર. ગઢવીની વિશેષ શાખામાં બદલી કરવામાં આવી છે. જ્યારે D સ્ટાફના PSI સહિત તમામ પોલીસકર્મીઓને કે-કંપની, અમદાવાદ પોલીસ મુખ્યમથકે હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ અમદાવાદ શહેર પોલીસ કમિશનરથી માત્ર 10 મિનિટના અંતરે આવેલા દુધેશ્વર વિસ્તારમાં દરોડો પાડીને રૂપિયા 25.52 લાખની કિંમતની 11,366 બોટલ દારૂ જપ્ત કરીને ટ્રક ડ્રાઇવર અને નવ મજુરો સહિત કુલ 10 લોકોની ધરપકડ કરી છે. આ દારૂ વસ્ત્રાલના સોનું રાજપુત નામના બુટલેગરે મોકલ્યો હતો અને ત્રણ બુટલેગરોને સપ્લાય કરવાનો હતો.

મહત્વનું છે કે, મોટી માત્રામાં આ દારૂ ઝડપાયા બાદ માધુપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

(6:46 pm IST)