Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

અમદાવાદ પોલીસે રક્ષા શક્‍તિ યુનિવર્સિટીમાં તાલીમ લઇ ડ્રોન પાયલોટ લાયસન્‍સ મેળવ્‍યુ

આતંકી હૂમલાઓ અને સંવેદનશીલ વિસ્‍તારોમાં સુરક્ષા બંદોબસ્‍ત માટે ડ્રોન મુખ્‍ય હથિયાર

અમદાવાદઃ ડ્રોન એટેકના હુમલા રોકવા તથા સુરક્ષા માટે અમદાવાદ પોલીસ કર્મચારીઓએ 10 દિવસ રક્ષા શક્‍તિ યુનિવર્સિટીમાં ડ્રોનની તાલીમ લીધી છે. પ્રથમ વખત પોલીસે ડીજીસીએ ડ્રોન પાયલોટ લાયસન્‍સ મેળવ્‍યુ છે.

ડ્રોન એટેકના સમાચાર તમે અનેક વખત સાંભળ્યા હશે, ત્યારે આવા ડ્રોન હુમલા રોકવા માટે તાલીમબદ્ધ પોલીસ કર્મીઓ પણ તૈયાર થઈ ચૂક્યા છે. ગુજરાતમાં પહેલી વખત અમદાવાદ શહેર પોલીસે ડીજીસીએ ડ્રોન પાયલોટ લાયસન્સ મેળવ્યું છે.

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે અને ડ્રોનની તાલીમ મેળવી રહી છે. જેઓએ ડ્રોનની ખાસ 10 દિવસની ટ્રેનિંગ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે લીધી છે. જે ટ્રેનિંગ ડીજીસીએના (ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન) માન્ય છે. જેથી ડ્રોન તેના પ્રકાર, તેનો ઉપયોગ અને ડ્રોનની તાલિમ આપવા માટે પણ માન્ય છે.

ડ્રોનની જરૂરિયાત અમદાવાદ અને ગુજરાતમાં એ માટે રહેતી હોય છે કે, ગુજરાત એ પહેલેથી સંવેદનશીલ અને આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ પર રહ્યું છે. રાજ્યનો સૌથી મોટો બંદોબસ્ત એવો રથયાત્રાનો બંદોબસ્ત મનાય છે. જેમાં અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાંથી પણ પસાર થતી હોય છે. ત્યારે ભૂતકાળ ના અનુભવના ધ્યાનમાં રાખી સંવેદનશીલ વિસ્તારોમાં આકાશી સર્વેલન્સ રાખવા ખાસ સ્ક્વોડ તૈયાર કરવામા આવી છે. જેના થકી સર્ટિફાઇડ ડ્રોન હવે પોલીસ વાપરી શકે અને આગામી સમયમાં દરેક પોલીસ સ્ટેશનના પાંચ પાંચ પોલીસ કર્મીઓને આ તાલીમ આપવામાં આવશે.

મહત્વનું છે કે સુરક્ષા બંદોબસ્ત માટે ડ્રોન પોલીસનું મુખ્ય હથિયાર છે. માટે જ બંદોબસ્ત કે આંતકી હુમલા બાદ હવે પોલીસ ડ્રગ્સના વેચાણના સ્પોટ નક્કી કરી ડ્રોન વડે સર્વેલન્સ કરશે અને ડ્રગ્સની પ્રવૃત્તિ પર પણ રોક લગાવવા માટે આ કામગીરી મહત્વની રહેશે.

(5:00 pm IST)