Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

વડોદરા શહેરમાં ઘરનો સ્બેલ તુટ્યાના એક વર્ષ બાદ મહિલાને મળી સરકારી સહાય

31-08-2021ના રોજ કિશનવાડી વિસ્તારમાં શિવાજી ચોક પાસે આવેલા ઘરમાં વરસાદ અને વિજળી પડવાને કારણે આખેઆખો સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો

વડોદરા: વડોદરા શહેરમાં આવેલા કિશનવાડી વિસ્તારમાં મુખ્યમાર્ગ પર રહેતા નીરૂબેન માછીના ઘરનો સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. વર્ષ 2021મા કુદરતી હોનારતને કારણે નીરૂબેન માછીના ઘરનો સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. કુદરતી હોનારતને કારણે સ્લેબ પડતા તેમના દ્વારા ઘણા સમયથી સરકાર પાસે મદદની માંગ કરવામાં આવી રહી હતી. જેને ધ્યાને રાખી સરકાર મોડી મોડી જાગતી જોવા મળી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, તા. 31-08-2021ના રોજ કિશનવાડી વિસ્તારમાં શિવાજી ચોક પાસે આવેલા ઘરમાં વરસાદ અને વિજળી પડવાને કારણે આખેઆખો સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. આ કુદરતી હોનારત સમયે ઘરમાં નીરૂબેન તેમનો પુત્ર અને તેમના પતિ હાજર હતા. હાલ તેમના પતિ અને પુત્રનું અવસાન થયા બાદ ઘરમાં માત્ર નીરૂબેન જ રહ્યા છે. કુદરતી હોનારતને કારણે સ્લેબ ધરાશાયી થતા નીરૂબેન તેમના પતિ અને પુત્ર દ્વારા

(7:02 pm IST)