Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સુરત: સીટી બસ ની અડફેટે એક યુવતીના બંને પગ પગ નીચે કચડાતા બંને પગમાં ફેક્ચર

યુવતી બસમાંથી ઉતરતી હતી તે વખતે ડ્રાઇવર એ અચાનક બસ ચાલુ કરી દેતા યુવતી રોડ પર પટકાઈ જેને કારણે આ અકસ્માત સર્જાયો

સુરત: સુરતમાં ફરીવાર સીટી બસનો કહેર સામે આવ્યો છે. જ્યાં સીટી બસ ની અડફેટે એક યુવતીના બંને પગ પગ નીચે કચડાતા હતા અને જેને કારણે યુવતીના બંને પગમાં ફેક્ચર થવા પામ્યું છે. આ યુવતી બસમાંથી ઉતરતી હતી તે વખતે ડ્રાઇવર એ અચાનક બસ ચાલુ કરી દેતા યુવતી રોડ પર પટકાઈ હતી અને જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો. યુવતીના અકસ્માતને પગલે તેના પરિવારની સ્થિતિ દયનીય બની છે.કારણ કે આ યુવતી તેના પરિવારનો આધાર સ્તંભ છે. ત્યારે આ અંગે યુવતીના પરિવારે સુરત પોલીસ કમિશનરને ન્યાય માટે ફરિયાદ કરી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી અને નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવતી 25 વર્ષીય મહારાષ્ટ્રની યુવતી અર્ચના મધુકર ઓતારી તેના પરિવારનો આધાર સ્તંભ છે.યુવતીના પરિવારમાં તેના માતા પિતા અને માનસિક રીતે સ્વસ્થ તેનો ભાઈ છે. ત્યારે પીએફ ના કામકાજ અર્થે યુવતી પોતાના પાડોશી ભુપેન્દ્ર પાસવાન સાથે ગઈ હતી અને તેઓ સીટી બસમાં પરત આવી રહ્યા હતા. ત્યારે સીટી બસમાંથી ઉતરતી વખતે ખૂબ જ ભીડભાળ હોય યુવતીના પડોશી બસમાંથી ઉતરી પડ્યા હતા પરંતુ યુવતી પાછળ હતી અને તે બસમાંથી ઉતરવા જઇજ રહી હતી તે દરમ્યાન યુવતીનો એક પગ બસ હતો અને બીજો પગ નીચે હતો તે દરમ્યાન ડ્રાઈવર એ અચાનક બસ ચાલુ કરી દેતા યુવતી નીચે પટકાઈ હતી. અને તેના બંને પગ બસ નીચે આવી ગયા હતા જેને પગલે તેને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટના બાદ લોક ટોળું ભેગું થઈ ગયું હતું અને સીટી બસનો ડ્રાઇવર જ બસમાં યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં આ યુવતીના બંને પગે ફેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ આ યુવતી હાલ સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે. જોકે અકસ્માતને કારણે યુવતીના પરિવારને હાલત દયનીય બની છે જેને લઇ આજરોજ યુવતીના પરિવાર કમિશનર કચેરીએન્યાય ની માંગ સાથે ફરિયાદ કરવા પહોંચ્યા હતા

અંગે યુવતી ના પિતા મધુકર ઓતારીએ જણાવ્યું હતું કે અર્ચના થકીજ તેમના પરિવારનું ગુજરાત ચાલે છે કારણ કે તેમનો પુત્ર માનસિક રીતે અસ્વસ્થ છે અને પોતે પહેલા મજૂરી કામ કરતા હતા અને ત્યારબાદ વોચમેન તરીકે નોકરી કરતા હતા પરંતુ હાલ તેમની ઉંમર થઈ જતા તેઓ ઘરે જ છે ત્યારે હવે અકસ્માતમાં તેમની પુત્રીના બંને પગે ફેક્ચર થતા તેઓ ખૂબ જ ચિંતામાં છે એક તરફ અકસ્માતમાં પુત્રી ઘવાઇ છે તો બીજી બાજુ ભાડેથી રહેતા આ પરિવારને જીવન નિર્વાહની પણ ચિંતા સતાવી રહે છે. કારણકે યુવતીને સ્વસ્થ પાંચથી છ મહિના જેટલો સમય લાગશે તેવું ડોક્ટરોએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં બેફામ પણે દોડતી સીટી બસ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ગવાયા છે તો કેટલાક કિસ્સમા મોત થયા હોવાના પણ બનાવ બન્યા છે ત્યારે હવે ગરીબ પરિવારની આધાર સ્તંભ એવી આ યુવતી બંને પગ ફેક્ચર થતા ફરી એકવાર સીટી બસ ચાલકો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

(7:02 pm IST)