Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

SVPI એરપોર્ટ પર 74માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી : પ્રમાણિક સેવા બજાવતા કર્મવીરોને ‘સ્વર્ણિમ’ સન્માન

અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 74માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે SVPI એરપોર્ટે પર ધ્વજવંદન કરી સંનિષ્ઠ અધિકારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી નવાજવામાં આવ્યા હતા. 4 CISF, 4 હાઉસકીપિંગ અને 4 સુરક્ષાકર્મીઓને સન્માનિત કરતા રાષ્ટ્રભક્તિ અને સમર્પણની ભાવના તાદૃશ થઈ હતી.
ગણતંત્ર દિને SVPI એરપોર્ટે પર CASO તરીકે ફરજ બજાવતા રાજેશ અને CAO હિતાર્થ મંકોડીને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનિત અધિકારીઓએ સાથે મળીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે એરપોર્ટને સલામત અને પેસેન્જર ફ્રેન્ડલી બનાવવામાં યોગદાન આપનારા કર્મચારીઓને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

4 CISF અધિકારીઓને ઉત્તમ સેવા અને સહાયતા પુરસ્કાર
SVPI એરપોર્ટે પર G20, ડિફેન્સ એક્સ્પો-22 જેવા ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમો દરમિયાન VVIP હેન્ડલિંગમાં 'ઉત્તમ અને ત્વરિત સેવા સહાયતા' માટે નિરીક્ષક કિશોર સાહાને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
20મી ડિસેમ્બર, 2022ના રોજ એરપોર્ટ પર CPRનું ઝડપી સંચાલન કરી એક મુસાફરનો જીવ બચાવવા બદલ સબ ઈન્સ્પેક્ટર કપિલ રાઘવને પુરસ્કાર આપવામાં આવ્યો. તેમણે સંકટ સમયે સમજણપૂર્વક તકેદારી રાખી અનુકરણીય પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
એરપોર્ટ પર મુસાફરોને સમયસર ઉત્તમ સેવા અને સહાયતા" આપવા બદલ હેડ કોન્સ્ટેબલ પૂનમ કુમારીને પુસ્કૃત કરવામાં આવ્યા હતા.  તેમણે એરપોર્ટના વિઝન સાથે સુમેળ દર્શાવી અનુકરણીય કામગીરી કરી હતી.
એરપોર્ટ પર મુસાફરો માટે હાઈજેનિક ફૂડની સાથોસાથ રસોડામાં સ્વચ્છતા જાળવવા બદલ તેમજ સીઆઈએસએફની મેસમાં ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ” કોન્સ્ટેબલ આર.કે. ભાઈને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ગુડવિલના ચેમ્પિયન્સ

BVG - હાઉસકીપર જીતેન્દ્ર નટવરભાઈ સોલંકીએ 06 જાન્યુઆરી '23'ના રોજ ટર્મિનલ-2 અરાઇવલ લેવેટરી એરિયામાં મળી આવેલ 696 ગ્રામ સોનું એરપોર્ટને પરત કરીને પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ દર્શાવતા નવાજવામાં આવ્યા હતા.
BVG – હાઉસકીપર ચિરાગ મનોજભાઈ પરમારે 13મી ઓક્ટોબર '22ના રોજ ટર્મિનલ-2 અરાઇવલ લેવેટરી એરિયામાં મળી આવેલ 1.2 કિગ્રા સોનું એરપોર્ટને પરત કરીને પ્રામાણિકતા દર્શાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
BVG - હાઉસકીપર - મયુર સોલંકીએ '10મી જૂન' 22 ના રોજ T2 અરાઈવલના શૌચાલયમાં 1.4 કિગ્રા સોનું મળ્યાની જાણ કરીને અનુકરણીય પ્રામાણિકતા દાખવતા સન્માનિત કરવામાં આવ્યા હતા.  
BVG - સુપરવાઈઝર - હરવિંદર નારુકાને 29મી ડિસેમ્બર, 22ના રોજ ફરજ દરમિયાન ટર્મિનલ-2 અરાઇવલ લેવેટરી એરિયામાં મળી આવેલ 800 ગ્રામ સોનું એરપોર્ટને પરત કરી પ્રામાણિકતા દર્શાવતા સન્માનિત કરવામાં આવ્યા હતા.
MSF - સુરક્ષા ગાર્ડ - વિશાલ કુમાર સિંઘને 29મી સપ્ટેમ્બર, '22'ના રોજ ફરજ દરમિયાન ટર્મિનલ-1 ઓલા-ઉબેર પીકઅપ એરિયામાં મળી આવેલું સોનું અને રોકડ રકમ એરપોર્ટને પરત કરવા બદલ નવાજવામાં આવ્યા હતા.
MSF - સુરક્ષા ગાર્ડ - સંદીપ યાદવે એરપોર્ટ પર ફરજ દરમિયાન મળી આવેલ સોનું પરત કરી પ્રામાણિકતા દર્શાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
MSF - સુરક્ષા ગાર્ડ - રણજીત મૌર્યને ફરજ બજાવતી વખતે "ઓથોરિટીઝને રોકડ પરત" કરીને ઉચ્ચ પ્રામાણિકતા દર્શાવી હતી તે બદલ તેમને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
MSF - સુરક્ષા પ્રભારી - અરવિંદ સિંહને SVPI એરપોર્ટ પર મુસાફરોને "સમયસર ઉત્તમ સેવા અને સહાયતા"નીં અનુકરણીય કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા

(7:05 pm IST)