Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ઈસરો સ્પેશ શટલ ધરતી પર પરત આવી શકે એવી ટેક્નોલોજી પર કામ કરે છે

લોન્ચ વ્હીકલ સેટેલાઈટ લોન્ચ કર્યા બાદ દરિયામાં પડે છે : આ સ્પેસ શટલને વિમાનની જેમ લેંડ પણ કરી શકાશે, દુનિયાભરની તમામ સ્પેસ એજન્સીઓ ઘણાં સમયથી રીયુઝેબલ લોન્ચ વ્હીકલ પર કામ કરી રહી છે

અમદાવાદ, તા.૨૮ : ઈસરો(ઈસરો)એક એવી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે જેમાં સ્પેસ શટલ ધરતી પર પરત આવી શકશે અને આ સ્પેસ શટલને વિમાનની જેમ લેંડ પણ કરી શકાશે.

અંતરિક્ષના ક્ષેત્રમાં અંતરિક્ષ યાનનું લોન્ચ ખુબ જ ખર્ચાળ કામ હોય છે. એક વાર લોન્ચ થયા પછી લોન્ચ વાહન બીજીવાર ઉપયોગમાં લઇ શકાતું નથી કારણકે લોન્ચ વ્હીકલ સેટેલાઈટને તેની નિર્ધારિત જગ્યાએ પહોંચાડ્યા બાદ દરિયામાં આવી પડે છે. પણ દુનિયાભરની તમામ સ્પેસ એજન્સીઓ ઘણાં સમયથી રીયુઝેબલ લોન્ચ વ્હીકલ પર કામ કરી રહી છે. આ રેસમાં હવે ભારત પણ સામેલ થઇ ગયું છે. ઈસરો આ ક્ષેત્રમાં પરીક્ષણ કરી રહ્યું છે.બહારથી લોન્ચ વ્હીકલ એક વિમાન જેવું જ દેખાય છે. આ વિહીકાલનો આગળનો ભાગ અણીદાર છે, આમાં ડબલ ડેલ્ટા વિંગ છે અને ઉપરની તરફ પૂંછડી જેવી રચના છે જેને એલીવોન્સ અને રડર કહેવાય છે. આનું પરંપરાગત સોલિડ બુસ્ટર(ઁજી૯) એવી રીતે ડીઝાઇન કરવામાં આવ્યું છે જેના કારણે આ યાનની ગતિ ધ્વનીની ગતિ કરતા પણ પાંચ ગણી વધારે હશે.

સફળ પરીક્ષણ બાદ આ લોન્ચ વ્હીકલનો પ્રયોગ સેટેલાઈટને લોન્ચ કરવા અને દુશ્મન દેશોની સેટેલાઈટને નષ્ટ કરવામાં પણ કરી શકાશે. આ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી પર આધારિત વ્હીકલ છે. આ યાનની મદદથી ડાયરેક્ટ એનર્જી વેપન( ઊર્જા કિરણ દ્વારા લક્ષ્યોને ભીન્દનાર હથિયાર)નો ઉપયોગ કરી શકાશે. આ યાનની મદદથી યુદ્ધની રીતિઓમાં પણ ઘણો ફેરફાર જોવા મળશે.

ઇસરોએ તેના રીયુઝેબલ લોન્ચ વ્હીકલની લેન્ડિંગનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. હાલમાં આ વાહન ડેમો મોડમાં છે. આ યાન અમેરિકી સ્પેસ એજન્સી નાસાના અંતરિક્ષ યાન જેવું છે, જે નાસાની

સેટેલાઈટને પૃથ્વીના નિચલા સ્તરે લઇ જાય છે. આ યાન સેટેલાઈટ લઈ જનાર સૌથી ભારે યાન છે.

ઇસરોનું આ પ્રથમ લેન્ડિંગ પરીક્ષણ હશે. આ પરીક્ષણ ભારત માટે રીયુઝેબલ લોન્ચ વ્હીકલની દિશામાં ખુબ મોટું પગલું હશે. રીયુઝેબલ લોન્ચ વ્હીકલ દ્વારા માત્ર સેટેલાઈટ જ નહિ પણ અંતરિક્ષ યાત્રીઓને પણ સ્પેસમાં મોકલવામાં આવશે. ઇસરોનું આ પરીક્ષણ આ વર્ષનું સૌથી મોટું પરીક્ષણ થઇ શકે છે.

ઈસરો આ પરીક્ષણ બાદ રીયુઝેબલ લોન્ચ વ્હીકલની રેસમાં એક ડગલું આગળ નીકળી જશે. આ પરીક્ષણ આગામી એક-બે અઠવાડિયામાં કરવામાં આવી શકે છે. આરએલવીની મદદથી સ્પેસ લોન્ચમાં આવતો ખર્ચ ઓછો થશે. આ યાનની વિશેષતા એ છે કે આ યાન વિમાન અને લોન્ચ વ્હીકલ બંનેનું મિશ્રણ છે.

વર્ષ ૨૦૧૬માં આરએલવીનું પ્રથમ ચરણનું પરીક્ષણ થઇ ચુક્યું છે. આ પરીક્ષણમાં રીયુઝેબલ લોન્ચ વ્હીકલ ટેકનોલોજી ડેમોનસ્ટ્રેશન(આરએલવી-ટીડી) પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામનો લક્ષ્ય પૃથ્વીની કક્ષામાં સેટેલાઈટ પહોંચાડી ફરી વાયુમંડળમાં પ્રવેશ કરવાનો હતો. આ સ્પેસ શટલની લંબાઈ ૬.૫ મીટર અને વજન ૧.૭૫ ટન હતું. આ પ્રોગ્રામમાં હાઇપરસોનિક રોકેટની સાથે એર બ્રીથીંગ એન્જીન અને રીયુઝેબલ લોન્ચ વ્હીકલ સામેલ હતું.

આ પ્રોગ્રામના એન્જીનનું પરીક્ષણ વર્ષ ૨૦૦૬થી ચાલી રહ્યું છે. આ પ્રોગ્રામમાં હાઇપરસોનિક ઉડાન, ઓટોલેંડ, શક્તિયુક્ત ક્રુઝ ઉડાન વગેરે સામેલ છે. આ પરીક્ષણમાં હાઇપરસોનિક ઉડાન પ્રયોગ(ઓચઈએક્સ), લેન્ડિંગ પ્રયોગ(એલઈએક્સ), પરત ઉડાન પ્રયોગ(આરઈએક્સ), સ્ક્રેમજેટ પ્રપલ્શન પ્રયોગ(એસપીઈએક્સ)ની યોજના પણ સામેલ હતી. વર્ષ ૨૦૧૬માં એચઈએક્સ પ્રયોગ કરવામાં આવ્યું જેમાં ઈસરોને સફળતા મળી. હવે લેન્ડિંગ પ્રયોગ(એલઈએક્સ)નું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

(7:33 pm IST)