Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

કુંવરપુરા ગામ પાસે પુરપાટ જતી બાઈક ડીવાઇર સાથે અથાડતા ફંગોડાયેલો ચાલક બસ સાથે અથડાતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીક આવેલા કુંવરપુરા ગામના પેટ્રોલ પંપ પાસે થયેલા અકસ્માત માં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું

 

મળતી માહિતી અનુસાર GJ22 N 0573 નો ચાલક મિનેષભાઈ હરેન્દ્રભાઈ વસાવા પોતાની કબજાની મોટર સાયકલ પુરઝડપે અને ચલાવી લાવી મોટર સાયકલનુ બેલેન્સ ગુમી જતા મોટર સાયકલ ચાલક પ્રથમ ડીવાઇરની પાળી સાથે અથડાતા ઉચે ફંગોળાઇને રોડની રોગ સાઇડે ચાલુ બસ નંબર GJ.18.260580 ના આગળ ડ્રાઇવર સાઇડના ભાગે જોરથી અથડાતા બાઈક ચાલકે માથાના ભાગે ગંભીર ઇજા કરી પોતાનુ સ્થળ ઉપર મોત નીપજાવતા રાજપીપળા પોલીસે બસ ચાલક હિતેશભાઈ ભાઈલાલભાઈ પટેલની ફરિયાદનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

 

(11:30 pm IST)