Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

અમદાવાદમાં વાતાવરણમાં પલટો. વંટોળને કારણે ધૂળની ડમરી ઉડી. ભરઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું: કેટલાક વિસ્તારોમાં વીજળી ગૂલ

બોપલ-ઘુમા, શેલા, સેટેલાઈટ, નારણપુરા, ઘાટલોડિયા, સરખેજ, નવાપુરા, સનાથલ વિસ્તારમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન

અમદાવાદ શહેરમાં રાતના 9 વાગ્યે અચાનક જ ભારે પવન ફુંકાવાનો શરૂ થયો હતો. જેને પગલે છાપરાઓ ઉડીને રસ્તા પર પડ્યા હતા. ભારે ધૂળની ડમરીઓ ઉડી હતી. પવન ફુંકાવાને કારણે લોકોમાં ભય ફેલાયો હતો. જો કે નાઈટ કર્ફ્યૂ અમલમાં હોવાથી મોટા ભાગના શહેરીજનો ઘરમાં જ હતા. પરંતુ ઘરની બારીઓથી બારણાઓ પર જોરથી અથડાવા લાગ્યા હતા. તેમજ ઘરોમાં ધૂળ ઉડીને આવી ગઈ હતી. તેમજ કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. વરસાદી માહોલ થઈ ગયો હતો.

શહેરના બોપલ-ઘુમા, શેલા, સેટેલાઈટ, નારણપુરા, ઘાટલોડિયા, સરખેજ, નવાપુરા, સનાથલ વિસ્તારમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે

(9:42 pm IST)