Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ ફૂલ થતા.ઓક્સિજન વગરના બેડ ઉપર દર્દીના સગાઓની જવાબદારી પર દર્દી ને દાખલ કરાશે નું બોર્ડ મરાયું

પ્રાણઘાતક કોરોનાએ નર્મદા જિલ્લામા કાળો કેર મચાવતા ચાલુ મહિનાની અંદર કોવિડ હોસ્પિટલમાં 86 થી વધુના મૌત નિપજાવી નાખતાં હડકંપ મચી ગયો છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાની રાજપીપળા સ્થિત કોવિડ હોસ્પિટલમાં બોર્ડ મારી દેવામાં આવ્યું છે " હાલ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ ફૂલ હોવાથી ઓક્સિજન ની જરૂર વાળા પેશન્ટ ને દાખલ કરવામાં આવશે નહિં, જો આપને પેશન્ટ ને દાખલ કરવું હોય તો ઓક્સિજન વગર ના બેડ ઉપર આપની જવાબદારી ઉપર એડમીટ કરવાના રહેશે. પેશન્ટ ને કઈં પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી પેશન્ટ ની અને સગા ની રહેશે. હોસ્પિટલ ની કોઈ જવાબદારી રહેશે નહિં" આ બોર્ડ મા લખેલા શબ્દો વાંચી ને દર્દી કે દર્દી ના સગાઓ મા પોતાના પરિજન ને સાજા કરવા માટે ની મન મા રહેલી તમામ આશા ઓનો અંત આવી જાય તેમ છે.
હોસ્પિટલ ના સત્તાધીશો એ હાથ ઊંચા કરી દીધા છે, તમારે દાખલ થવું હોય તો તમારા જોખમે થાવ અમારી કોઈ જવાબદારી નથી, આ સરકાર ની ઘોર નિષ્ફળતા નો બોલતો પુરાવો છે. સરકાર અને સરકારી તંત્ર નું અસ્તિત્વ શેના માટે છે?? પ્રજા ની સેવા અને સુવિધાઓ માટે આ તંત્ર ની રચના કરવામાં આવી હતી કે માત્ર સરકારી અધિકારીઓ ને સુખ સાહ્યબી ભોગવવા માટે?? જિલ્લા ના સાંસદ અને ધારાસભ્યો તાત્કાલિક આ બાબતે યોગ્ય કરી ગુજરાત સરકાર નું ધ્યાન દોરે એ જરૂરી છે. આ પ્રકારનું બે જવાબદાર વલણ નર્મદા જિલ્લા નું આરોગ્ય વિભાગ અપનાવે તો ડૂબી મરવા જેવી વાત છે આખા તંત્ર માટે કહી શકાય.

(10:36 pm IST)