Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

કોવિડ ૧૯ મહામારીમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ખુબ ઉપયોગીતા

અમદાવાદ તા. ૨૯: આઇઓટી એક નેટવર્ક છે જેમાં નિશ્ચિત ડિવાઈસિસને ઇન્ટરનેટ સાથે જોડવામાં આવે છે, જેથી તેઓ દરેક ડિવાઈસ પાસેથી ડેટા એકત્ર કરીને તેને શેર કરી શકે. તેના દ્વારા મશીનો પણ માનવીની જેમ જ એકબીજા સાથે સંવાદ, સહકાર કરે છે અને એકબીજા પાસેથી શીખી શકે છે. સીટાના ફાઉન્ડર ચેરમેન કિરણ સુતરીયા કહે છે કે આઇટીટેકનોલોજી આપણા જીવનમાં પુષ્કળ સુવિધા ઉમેરવાની ક્ષમતા ધરાવે છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એ અત્યાધુનિક વાયરલેસ નેટવર્ક, ઉત્કૃષ્ટ સેન્સર્સ અને ક્રાંતિકારી કોમ્પ્યુટિંગ ટેકનોલોજી ધરાવે છે. આગામી પ્રગતિમાં તે ઉત્ત્।મ તક બની શકે છે. આઇઓટી એપ્લિકેશન્સ રોજબરોજની અબજો પ્રોડકટમાં કોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન પુરૃં પાડી શકે છે.

તાજેતરના વર્ષોમાં બિઝનેસ વિશ્વમાં ટેકિનકલ સિદ્ઘાંતો અંગે ભારે ચર્ચા શરૂ થઈ છે, જેમ કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) તેવી જ રીતે અસંખ્ય આગાહીઓએ બદલાતા રહેતા પરિણામો પૂરા પાડ્યા છે અને તે બહુ રસપ્રદ હોય છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સએ પોતાની જાતને શૈક્ષણિક અને ઔદ્યોગિક શાખાઓ, ખાસ કરીને હેલ્થકેરમાં મહત્ત્વના રિસર્ચના વિષય તરીકે સ્થાપિત કર્યું છે. ટેકનોલોજિકલ, આર્થિક અને સામાજિક પાસાનું સંકલન કરીને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ક્રાંતિ આધુનિક હેલ્થકેર સિસ્ટમને નવો આકાર આપી રહ્યું છે. તે આરોગ્ય સેવાઓને પરંપરાગતમાંથી વધારે પર્સનલાઇઝડ સિસ્ટમ તરફ પરિવર્તિત કરે છે જેથી નિદાન, સારવાર અને દર્દીઓને ટ્રેક કરવાનું કામ સરળ બને છે. રોગચાળાની શરૂઆત થઈ ત્યારથી જ સંશોધનકર્તાઓ વૈશ્વિક જોખમોનો સામનો કરવા માટે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવા સતત સક્રિય છે. આ ક્ષેત્રમાં આઇઓટી એક મહત્ત્વની ચીજ છે. કોવિડ-૧૯ની વાત કરીએ તો આઇઓટી સંચાલિત ડિવાઇસિસ/એપ્લિકેશન્સ દ્વારા વહેલા ડિટેકશન, સ્પર્શ રહીત વાતાવરણ, દર્દીના મોનિટરિંગ અને દર્દીની રિકવરી માટે નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કરીને કોવિડ-૧૯ ફેલાવાનું જોખમ ઘટાડી શકાય છે.

(1:04 pm IST)