Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

૧૦૦ સ્માર્ટ ગામના સ્કૂલોમાં બનશે કોરન્ટાઇન સેન્ટર

અમદાવાદ,તા. ૨૮: ગુજરાતના શહેરો તેમજ ગામોમાં તેજીથી ફેલાય રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે હવે ગ્રામપંચાયતો પણ આગળ આવી રહી છે.

દેશના સ્માર્ટ ગામમાં શુમાર સાબરકાંઠા જીલ્લ્લાના પુંસરી ગામના પૂર્વ સરપંચ હિમાંશુ પટેલની પહેલમાં રાજયના ૧૦૦ સ્માર્ટગામના સરપંચ તેના માટે આગળ આવી રહ્યા છે, તેઓ પોતાના ગામની સ્કૂલોમાં કવોરનટાઈ સેન્ટર શરુ કરી રહ્યા છે, તેમાં ઓકસીજનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જેથી ગામના કોઈ દર્દીને ઈમરજન્સી હોય તો તેને શહેરમાં ના લઇ જવા પડે.

આ પહેલનું સૌથી પ્રથમ અનુકરણ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ ની ભૂમિ ગીર સોમનાથ જીલ્લામાં થઈ હતી, કોડીનાર ના વિઠ્ઠલપુર ગ્રામ પંચાયતે ગામને સમુદાયિક ભવનમાં ૧૦ બેડનું કવોરનટાઈ સેન્ટર શરુ કર્યું હતું, તેમજ ઓકસીજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, ગામના પ્રતાપભાઈએ બીજા ગામના લોકો માટે પ્રેરણા રૂપ કાર્ય કર્યું છે.

જોકે એ પહેલા પણ ગુજરાતના ગામોએ સંક્રમણને રોકવા માટે સ્વયંભૂ લોકડાઉન લગાવ્યું હતું અને તેની અસર પણ જોવા મળી હતી, પણ સંક્રમણ ની બીજી લહેર ની ખુબજ ગતિથી આગળ વધી રહી છે જેથી ગામડાઓમાં પણ પગ પેસારો કરી ગઈ, જેનાથી આ પહેલની સાથો સાથ હવે ગામડાઓ કોરોના સામે લડવા માટે કવોરનટાઈ સેન્ટર ની શરૂઆત કરી છે, જેથી ગામના કોઈ પણ વ્યુકિતને કોરોના થયો હોય તો તે પોતાના પરિવારથી દુર આ સ્કૂલમાં બનેલા કવોરનટાઈ સેન્ટરમાં તબીબની દેખરેખ હેઠળ સારવાર મેળવી શકે છે, જેનાથી કોરોના દર્દીને પણ રાહત મળશે અને પરિવાર પણ સંક્રમણ થી બચી શકે છે, જેથી ગામમાં સંક્રમણ ફેલાવતું અટકાવી સકાઈ છે, જેથી શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને હોસ્પીટલમાં ઓકસીજન અને બેડ માટે ભાગદોડથી રાહત મળી શકે છે.

(3:30 pm IST)