Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

સુરત: વ્યાજે આપેલ પૈસાની ઉઘરાણી કરી જમીનના પડાવનાર આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા

સુરત:શહેરમાંફરીયાદી પ્રદિપ પ્રહલાદ પંચાલને મકાનના સમારકામ માટે નાણાંની જરૃર પડતા મિત્રતાના સંબંધી મારફતે આરોપી ભરત ઉર્ફે લાખો બોઘા સાટીયા(રે.નંદનવન સોસાયટી,કતારગામ) પાસેથી વાર્ષિક 6 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.6 લાખનું ધિરાણ મેળવ્યું હતુ.જેની સામે ફરિયાદીએ પાલનપોર ગામના રેવન્યુ સર્વે નં.20-4ની જમીનમાં આવેલા જીગ્નાષા પાર્ક સોસાયટીના પ્લોટ નં.42 થી 46 સુધીના પ્લોટના કબજા રસીદ સહિતના દસ્તાવેજો ગીરવે મુક્યા હતા.જો કે લોકડાઉન લાગી ગયા બાદ ફરિયાદી વ્યાજ ભરવામાં નિષ્ફળ જતાં આરોપી ભરત લાખા ભરવાડે ફરિયાદીને વ્યાજ સહિત 40 લાખની ઉઘરાણી કરી હતી.આરોપીએ ફરિયાદી પાસેથી પઠાણી ઉઘરાણી કરવા જમીનના પ્લોટો લખાવી લેવાન દબાણ કરતાં ફરિયાદીએ ઝેરી દવા પીને જીવતર ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

જેથી કેસમાં અડાજણ પોલીસે બળજબરીથી મિલકત પડાવી લેવાના ધાકધમકી આપનાર આરોપી ભરત ઉર્ફે લાખા ભરવાડનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી કોર્ટમાં રજુ કર્યો હતો.આરોપી તરફે ટ્રાયલ કોર્ટમાં જામીન માંગતા સરકારપક્ષે એપીપી સુનિલ પટેલે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ સેશન્સ ટ્રાયેબલ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ હોઈ જામીન રદ કરવા માંગ કરી હતી.જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા કાનુની જોગવાઈને ધ્યાને લઈ આરોપી ભરત ભરવાડના જામીનની માંગને નકારી કાઢી હતી.

(5:08 pm IST)