Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

સુરતના આઝાદનગર ભટારની 14 વર્ષીય તરુણીને મહારાષ્ટ્રમાં ભગાડી લઇ જઈ દુષ્કર્મ આચરનાર નરાધમને જામીન નામંજૂર કરવામાં આવ્યા

સુરત: શહેરમાં કોરાના કાળ દરમિયાન ગત્ માર્ચ માસમાં  આઝાદનગર ભટારની 14 વર્ષીય તરૃણીને પોતાના વતન મહારાષ્ટ્ર ભગાડી દુષ્કર્મ આચરનાર આરોપી યુવાનના જામીન અરજીને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના જજ પી. એસ. કાલાએ નકારી કાઢી છે.

ભટાર વિસ્તારમાં આઝાદનગર ખાતે રહેતા મૂળ મહારાષ્ટ્ર જલગાંવ-બુલઢાણાના વતની 22 વર્ષીય આરોપી રહીમ સલીમ શેખે તા.10 માર્ચના રોજ પોતાના વિસ્તારમાં રહેતી 14 વર્ષ ત્રણ માસ ધરાવતી તરૃણીને લગ્નની લાલચ આપી ને પોતાની સાથે વતનમાં ભગાડી ગયો હતો અને દુષ્કર્મ કર્યું હતું. તરુણીના પિતાએ રહીશ શેખ વિરુધ્ધ ખટોદરા પોલીસમાં પોક્સો એક્ટના ભંગ અંગે ફરિયાદ નોંધાવતા ધરપકડ કરાઇ હતી. આરોપી રહીમે જામીન માંગતા તેના વિરોધમાં એપીપી કિશોર રેવાલીયાએ જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે. આરોપી તથા ભોગ બનનાર એક વિસ્તારમાં રહેતા હોઈ આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા પરપ્રાંતીય યુવાન તેના ટ્રાયલમાં હાજર રહે તેવી સંભાવના છે.

(5:09 pm IST)