Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ગાંધીનગરમાં ઘ-5 નજીક એસીબીઆઇનું એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કરનાર અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

ગાંધીનગર:શહેર અને આસપાસના વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે - પાસે સે-રરમાં આવેલા એસબીઆઈ બેંકના એટીએમના તાળાં તોડી ચોરી કરવાનો પ્રયાસ થયો છે જો કે તસ્કરો રૃપિયા ચોરી જવામાં સફળ રહયા નથી પરંતુ સીસીટીવી કેમેરા અને સાયરનના કેબલ કાપી નાંખ્યા હતા. હાલ તો અંગે સે-ર૧ પોલીસે બેંક એકાઉન્ટન્ટની ફરીયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.   

કોરોનાના હાલ કપરા કાળમાં ચોરીની ઘટનાઓ પણ વધી રહી છે. તાજેતરમાં સે-૧૬માં આવેલી ઈન્ડિયન બેંકના એટીએમના લોક તોડીને રોકડ ચોરી જવાનો પ્રયાસ તસ્કરોએ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી નથી ત્યારે શહેરના સે-રરમાં આવેલા એસબીઆઈ બેંકના એટીએમમાં પણ ચોરીનો પ્રયાસ થયો છે. મામલે બેંક એકાઉન્ટન્ટ દમયંતિબેન કાનજાનીયાએ સે-ર૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે સે-રર - નજીક કોમપલેક્ષમાં એસબીઆઈ બેંકની શાખાનું એટીએમ આવેલું છે. રવિવારે બેંકના રીઝનલ મેનેજરનો ફોન આવ્યો હતો અને કહયું હતું કે સે-રરનું એટીએમ અઢી વાગ્યાથી બંધ હાલતમાં છે જેથી તેમણે અન્ય કર્મચારીને તપાસ કરવા માટે મોકલ્યા હતા અને જાણવા મળ્યું હતું કે બેંકના એટીએમના મેઈન દરવાજાનું લોક તુટેલુ છે અને એટીએમ રૃમમાં લગાડેલા સીસીટીવી કેમેરા તથા સાયરના કેબલ પણ કાપી નાંખવામાં આવ્યા છે. ત્યારબાદ એટીએમમાં અંદરના પણ દરવાજાનું તાળું તોડી રોકડ ચોરીનો પ્રયાસ થયો હોય તેમ લાગ્યું હતું. હાલ તો કેમેરા અને સાયરનના કેબલ કપાતાં ૪પ૦૦ રૃપિયાનું નુકશાન થવા પામ્યું છે. રવિવારે બપોરે બેથી અઢી વાગ્યા દરમ્યાન બનેલી ઘટના સંદર્ભે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

(5:11 pm IST)