Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

બનાસકાંઠાના ચડોતરમાં દર્દીઓને લુંટનાર ડોક્ટરનો પર્દાફાશ કરી નાગરિકોએ વિડીયો વાયરલ કરતા ખળભળાટ મચી જવા પામ્યો

બનાસકાંઠા:જિલ્લામાં કોરોના કાળ માં ગરીબ અને જરૃરિયાત મંદ દર્દીઓને ઘરઆંગણે સારવાર મળી રહે તે માટે સેવાભાવી લોકોસ્વૈચ્છિક સંગઠનો અને તબીબો દ્રારા લોકોની સેવા કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ પાલનપુર તાલુકાના ચડોતર ગામે એક ખાનગી તબીબ સારવાર અને દવાના નામે ગરીબ દર્દીઓ પાસે થી રૃ.૧૨૦૦ જેટલી મોટી રકમ પડાવતો હોવાનો વિડીયો વાઇરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર વચ્ચે ફંટ લાઈન કોરોના વોરિયર્સ સમાં આરોગ્ય કર્મીઓ અને તબીબો રાત દિવસ ખડે પગે રહી લોકોની સેવા કરી રહ્યા છે તેવા સમયે ધરતી પરના ભગવાન સમાં તબીબના વ્યવસાયને લાંછન લાગડતો એક વિડીયો વાઇરલ થયો છે જેમાં પાલનપુર તાલુકાના ચડોતર ગામે એક ડોક્ટર કોરોના કહેરમાં લોકોની સારવાર કરવાના બદલે ગરીબ દર્દીઓ પાસે દવા અને સારવાર પેટે મોટી રકમ પડાવી રહ્યો હોય કેટલાક જાગૃત નાગરિકો ડોકટર ને ઉધડો લઈ ડોકટરે દર્દીઓ પાસે થી લીધેલ રૃ.૧૨૦૦ ની રકમ પરત કરાવી હતી સમગ્ર ઘટના નો વિડીયો વાઇરલ થતા હાલ. તો તબીબ આલમ માં ખળભળાટ મચ્યો છે ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્રારા કોરોના ની કપરી પરિસ્થિતિમાં ગરીબ લોકોની લાચારી નો લાભ ઉઠાવતા તબીબ સામે પગલા ભરશે છે કેમ તે અંગે લોકોમાં ભારે ચર્ચા ઉઠી છે

(5:12 pm IST)