Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

અમદાવાદીઓને ટ્રાફિકમાંથી રાહત મળશે: દોઢ મહિનાથી બંધ નહેરુ બ્રિજ કાલથી ખુલ્લો મુકાશે

બેરિંગ અને સમારકામના લીધે નહેરુબ્રિજને બંધ કરાયો હતો.

અમદાવાદ : હવે શહેરીજનોને ટ્રાફિકમાંથી રાહત મળશે. છેલ્લા 45 દિવસથી અમદાવાદના નહેરુબ્રિજનું કામ ચાલતું હતુ જેથી લોકોની અવર જવર પર રોક લગાડી દેવામાં આવી હતી. આ બ્રિજ બંધ થતા ભારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા હતા. જો કે, આવતીકાલથી નહેરુબ્રિજ ખુલ્લો મુકવામાં આવશે. જો કે, બેરિંગ અને સમારકામના લીધે નહેરુબ્રિજને બંધ કરાયો હતો.

 અમદાવાદનો નહેરૂબ્રિજ 45 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો જેથી લોકો ભારે હાલાકી જોવા મળી રહી હતી અને શહેરમાં ટ્રાફિકજામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા હતા. બ્રિજનું કામ શરુ કરવાના કારણે 27 એપ્રિલ સુધી બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદના જર્જરિત નહેરૂબ્રિજનું 45 દિવસ સુધી સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નહેરૂબ્રિજને એક્સપાન્શન જોઈન્ટ બદલવા અને બેરિંગ સર્વિસ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

નહેરૂબ્રિજ 45 દિવસ સુધી બંધ હોવાના કારણે લાલ દરવાજા અને આશ્રમ રોડ જવા માટે લોકોને અન્ય બ્રિજની મદદ લેવા જણાવાયું હતું. જેથી અન્ય બ્રિજથી લોકોની અવરજવર વધતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જો કે હવે બ્રિજ શરૂ થઈ જતાં લોકોને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે.

  બ્રિજમાં બેરિંગ વેધર રીંગ ઇફેક્ટના કારણે રસ્તે અને ડેમેજ થઈ ગઈ હતી .આ ડેમેજ થયેલી 126 બેરિંગને ઇલેસ્તોમેરિક બેરિંગથી રિપ્લેસ કરવામાં આવી.14 નંગ જૂના એમ એસ એગલ પ્રકારના એક્સપાન્શન જોઇન ડેમેજ થયેલા હોય તેને બદલીને સ્ટ્રીપ સીલ પ્રકારના જોઇન્ટ એક્સપાન્શન લગાવવામાં આવ્યા.

(8:39 pm IST)