Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

રાજપીપળામાં IPL મેચ ઉપર સટ્ટા બેટીંગના જુગાર રમાડનાર નબીરાને રૂ.૨,૧૮,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિકમર સિંહ,પોલીસ અધિક્ષક,નર્મદાનાઓએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહી.તથા જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવાની કડક સુચના મુજબ એ.એમ.પટેલ પી. આઈ. એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ જીલ્લાના પ્રોહી, જુગારની ગેરકાયદેસર બદી નાબુદ કરવા વોચ તેમજ બાતમી મેળવવાની સુચના અનુસંધાને સ્ટાફને બાતમી મળેલ કે રાજપીપલા ટાઉન વિસ્તારમાં નિખીલ મહેતાના દવાખાનાની નીચે પાર્કિંગમાં એક શખ્સ હાલમાં ચાલી રહેલ IPL મેચમાં ક્રિકેટની મેચ ઉપર સટ્ટો રમી-રમાડી રહેલ હોય જે બાતમી ના આધારે એલ.સી. બી. સ્ટાફના પોલીસ માણસો સાથે રેઇડ કરતા મનન જનકકુમાર બારોટ રહે.બંગલા નં. ૪૦, આદિત્ય -૨ , એસ.પી. કચેરી સામે રાજપીપલા પોતાની હુન્ડાઇ ફોરવ્હીલ આઇ.૨૦ ગાડી નં.જી.જે - ૨૨ - એચ -૯૨૪પ માં ફોન ઉપર વાત ચીત કરતો હોય તેને ઝડપી તેનો મોબાઇલ તપાસતા તેમાં ચાલુ ક્રિકેટ મેચના સેસન દરમ્યાન ક્રિકેટના સટ્ટો રમતો હોવાનું જણાઇ આવતા તથા તેની પાસેની નોટબુકમાં રૂપિયાની લેતી - દેતીના અલગ - અલગ હિસાબો મળી આવતા તેના કબજામાંથી રોકડ રકમ રૂ.૧૬,૫૦૦ મોબાઇલ નંગ -૧ કિ.રૂ. ૨૦૦૦ તથા હુન્ડાઇ ફોરવ્હીલ ગાડી -૧ કિ.રૂ. ૨,૦૦,૦૦૦ ગણી કુલ્લે કિ.રૂ.૨,૧૮, ૫૦૦ ના મુદ્દામાલ સાથે તેને અટક કરી રાજપીપલા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(11:13 pm IST)